PIB Headquarters

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ 21 ઓક્ટોબર, 2019 થી નવા સરનામે કાર્યરત થશે

Posted On: 17 OCT 2019 4:33PM by PIB Ahmedabad

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એ ભારત સરકારના કાયદાની કલમ 408 અને કંપની અધિનિયમ, ૨૦૧3 હેઠળ સ્થાપવામાં આવેલી સંસ્થા છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય કંપની અધિનિયમ ૨૦૧3 અને  નાદારી/બેંક્ર્પ્સી કોડ 2016 હેઠળ આવતા કોર્પોરેટ સિવિલ વિવાદોનું નિવારણ કરવાનો છે આ માટે ભારત સરકાર દ્વારા ન્યાયિક અધિકાર આપવામાં આવ્યો છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે આ પ્રકારની ચૌદ પ્રાદેશિક બેંચની સ્થાપના કરી છે, જેમાં નવી દિલ્હી ખાતે એક પ્રિન્સિપલબેંચ અને બીજા પ્રાદેશિક કાર્યાલયો નવી દિલ્હી, અમદાવાદ, અલ્હાબાદ, બેંગલુરુ, ચંદીગ, ચેન્નાઈ, કટક, ગુવાહાટી, જયપુર, હૈદરાબાદ, કોલકાતા, મુંબઇ, અમરાવતી અને કોચી ખાતે ખોલવામાં આવ્યા છે.

હાલમાં એનસીએલટીની અમદાવાદની બેંચ આનંદ હાઉસ, ઝાયડસ હોસ્પિટલ પાછળ, એસ. જી. હાઇવે, થલતેજ અમદાવાદ-380059માં બે અદાલતો સાથે કાર્યરત છે. હવે આ સ્થાનમાં ફેરફાર થઈ રહ્યો છે, હાલ ની બેંચ હવે અમદાવાદના થલતેજ ખાતે નવા બનેલા કોર્પોરેટ ભવનમાં સ્થળાંતર કરવાની તૈયારીમાં છે અને અદાલતો 21 ઓક્ટોબર 2019થી નવા પરિસરમાં કામગીરી શરૂ કરશે. નવા કોર્ટ સંકુલનું ઔપચારિક ઉદ્ઘાટન 19 ઓક્ટોબર, 2019ના રોજ થવાનું છે.

તેથી, હવે આગામી કાર્યવાહી NCLT અમદાવાદ બેંચ 1લા અને 2જા માળે, કોર્પોરેટ ભવન, ઝાયડસ હોસ્પિટલની બાજુમાં, એસ.જી. હાઇવે, થલતેજ, અમદાવાદ-380059 ખાતે 21 ઓક્ટોબર, 2019થી શરૂ થસે, જેની ખાસ નોધ લેવી.અને આપના માધ્યમથી આ સમાચાર પ્ર્સિદ્ધ કરી લોકો ને જાગૃત કરવા વિનંતી છે.

 



(Release ID: 1588426) Visitor Counter : 209


Read this release in: English