ચૂંટણી આયોગ
ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠકો માટે પેટાચૂંટણીની અનુસૂચિ
Posted On:
22 SEP 2019 4:06PM by PIB Ahmedabad
ગુજરાત રાજ્યની વિધાનસભામાં નીચે દર્શાવ્યા અનુસાર ખાલી પડેલી બે બેઠકો ભરવાની છે:
અનુક્રમ નંબર.
|
રાજ્યનું નામ
|
વિધાનસભા મતક્ષેત્રનો નંબર અને નામ
|
-
|
ગુજરાત
|
16-રાધનપુર
|
-
|
ગુજરાત
|
32-બાયડ
|
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી મળેલા જાણકારી અને સ્થાનિક તહેવારો, મતદાર યાદી, હવામાનની સ્થિતિ વગેરે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા વિધાનસભાની બે ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો ચૂંટણી કાર્યક્રમ નીચે દર્શાવ્યા અનુસાર છે-
ચૂંટણીનો કાર્યક્રમ
|
અનુસૂચિ
|
રાજપત્ર જાહેરનામું બહાર પાડવાની તારીખ
|
23.09.2019 (સોમવાર)
|
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
|
30.09.2019 (સોમવાર)
|
ઉમેદવારીપત્ર તપાસવાની તારીખ
|
01.10.2019 (મંગળવાર)
|
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ
|
03.10.2019 (ગુરુવાર)
|
મતદાનની તારીખ
|
21.10.2019 (સોમવાર)
|
મતગણતરીની તારીખ
|
24.10.2019 (ગુરુવાર)
|
આ તારીખ પહેલાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થવી જોઇએ
|
27.10.2019 (રવિવાર)
|
- મતદાર યાદી
ઉપરોક્ત વિધાનસભા મતક્ષેત્ર માટે મતદાર યાદી અમલીકરણ તારીખ 01-01-2019ની અસરથી જાહેર કરવામાં આવી છે.
- ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT
પેટાચૂંટણીમાં તમામ મતદાન મથકોમાં EVM અને VVPATનો ઉપયોગ કરવાનો આયોગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પૂરતી સંખ્યામાં EVM અને VVPAT ઉપલબ્ધ છે અને આ મશીનોની મદદથી મતદાનની પ્રક્રિયા સંપૂર્ણ સરળતાથી હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે.
- મતદારોની ઓળખ
અગાઉની કામગીરીને સુસંગત, આયોગ દ્વારા ઉપરોક્ત ચૂંટણી દરમિયાન મતદાન વખતે મતદારોની ઓળખ ફરજિયાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘મતદાર ફોટો ઓળખ કાર્ડ’ (EPIC) મતદારની ઓળખ માટે મુખ્ય દસ્તાવેજ હેશે. જોકે, એકપણ મતદાર તેના/તેણીના મતાધિકારનો ઉપયોગ કરવાથી વંચિત ના રહે તે સુનિશ્ચિત કરવા માટે, જો તેનું/તેણીનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હોય તો, ચૂંટણી માટે મતદાન સમયે મતદારની ઓળખ માટે વધારાના દસ્તાવેજોને મંજૂરી આપવા અલગથી સૂચના જાહેર કરવામાં આવશે.
- આદર્શ આચાર સંહિતાનો અમલ
જે સંસદીય અને વિધાનસભા મતક્ષેત્રનો સંપૂર્ણ અથવા આંશિક હિસ્સો ચૂંટણી પ્રક્રિયામાં શામેલ છે તે જિલ્લા(જિલ્લાઓ)માં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં આવશે, જે 29 જૂન 2017ના રોજ જાહેર કરવામાં આવેલી આયોગની સૂચના નંબર No. 437/6/1NST/2016-CCSમાં આંશિક સુધારાને આધીન છે (આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે). આદર્શ આચાર સંહિતા તમામ ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિત રાજ્ય સરકારને લાગુ થવા પાત્ર છે. આદર્શ આચાર સંહિતા સંબંધિત રાજ્યના જિલ્લા માટે કેન્દ્ર સરકારને પણ લાગુ થવા પાત્ર છે.
હરિયાણા અને મહારાષ્ટ્રની સામાન્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે જાહેર કરવામાં આવેલી તમામ સૂચનાઓ ઉપરોક્ત પેટાચૂંટણી માટે પણ લાગુ થવા પાત્ર છે.
***
RP
(Release ID: 1585789)
Visitor Counter : 323