નાણા મંત્રાલય

ફિનટેક સંબંધિત મુદ્દાઓ ઉપર બનેલી સ્ટિયરિંગ સમિતિએ નાણાં પ્રધાનને તેમનો અંતિમ અહેવાલ સુપરત કર્યો

Posted On: 02 SEP 2019 4:36PM by PIB Ahmedabad

ફિનટેક સંબંધિત મુદ્દાઓ પર નાણા મંત્રાલય, આર્થિક બાબતોના વિભાગ દ્વારા ઘડવામાં આવેલી સ્ટિયરિંગ સમિતિએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રિય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામનને તેમના કાર્યાલય ખાતે તેમનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો.

આ સમિતિની રચના 2018-19 (મુદ્દા નં. 75)માં તત્કાલિન કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલી દ્વારા તેમના બજેટ ભાષણમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર કરવામાં આવી હતી. આ અહેવાલ વૈશ્વિક સ્તરે અને ભારતમાં ફિનટેક સંબંધિત વર્તમાન પરિદ્રશ્ય સંબંધિત રૂપરેખા રજૂ કરે છે, ફિનટેક સંબંધિત નિયંત્રણો વધારે હળવા બનાવવા MSMEનો નાણાકીય સમાવેશ વધારવા, તેના વિકાસ સંબંધિત વિવિધ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને વધારે પ્રમાણમાં ઉદ્યોગ સાહસિકતાનું સર્જન કરવા ફિનટેક કેવી રીતે લાભદાયક બની શકે છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી ભલામણો કરે છે. સમિતિનો અહેવાલ તેના અજમાયશ વિસ્તારોને પણ સુનિશ્ચિત કરે છે અને પ્રશાસન અને નાણાકીય સેવાઓમાં તેના ઉપયોગના કિસ્સાઓમાં અને ફિનટેક આવિષ્કારને સક્ષમ કરતાં નિયંત્રણકારી સુધારાઓનું સૂચન કરે છે.

સમિતિએ સૂચવ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્ક MSME માટે રોકડ-પ્રવાહ આધારિત ધીરાણના વિકાસ, GSTN દ્વારા માન્ય TReDS ડેટા ઉપર આધારિત મુક્ત-API MSME હિસ્સાનો વિકાસ અને TREDS-GSTN સમન્વયની આસપાસ રચાયેલા પ્રમાણિત અને વિશ્વસનીય ઇ-ઇનવોઇસ માળખાં અંગે વિચાર કરી શકે છે.

તેમાં વીમા/ધીરાણ વ્યવસાયોમાં જોખમ ઘટાડાને ટેકો કરવા વીમા કંપનીઓ અને ધીરાણ પુરી પાડતી સંસ્થાઓને પાક વિસ્તાર, નુકસાન અને સ્થાન મૂલ્યાંકન માટે ડ્રોન અને રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીના પ્રોત્સાહન અંગે પણ ભલામણ કરવામાં આવી છે.

ખાનગી ક્ષેત્રની નાણાકીય સેવાઓમાં મુખ્યત્વે ખૂબ જ ઝડપથી સ્વીકારવામાં આવી રહેલી ટેક્નોલોજીને નજર સમક્ષ રાખીને સમિતિએ નાણાકીય સેવાઓના વિભાગ (DFS)ને PSU બેન્કો સાથે કામ કરીને તેમનું કાર્ય વધુ કાર્યક્ષમ બનાવવા અને છેતરપિંડી અને સુરક્ષાના જોખમો ઘટાડવા ભલામણ કરી છે. તેમની સહાયક ગૌણ પ્રક્રિયાઓમાં કુત્રિમ બુદ્ધિમતા (AI), કોગ્નિટિવ એનાલિટિક્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને ઓટોમેશનનનું સ્તર વધારવા મહત્ત્વપૂર્ણ સંભાવનાઓ પણ શોધી શકાય છે.

સમિતિએ કૃષિ અને MSME જેવા ક્ષેત્રોમાં ફિનટેક નવીનતાઓની સકારાત્મક અસરો ઉપર પણ ધ્યાનાકર્ષિત કર્યુ છે અને સહકારી સંસ્થાઓ સહિત કૃષિ-નાણાકીય સંસ્થાઓ દ્વારા કોર બેન્કિંગ સોલ્યુશન (CBS)ની સાથે સાથે ફિનટેકના ઉપયોગ ઉપર ખાસ ભાર મૂકીને ખેડૂતો માટે ધીરાણ રજિસ્ટ્રીના સર્જન માટે તાત્કાલિક પગલાં લેવા નાબાર્ડને ભલામણ કરી છે.

સમિતિએ નાણાકીય સંસ્થાઓને ઓનલાઇન ધોરણે જમીન માલિકીની માહિતી ઉપલબ્ધ કરાવવાના હેતુસર રાજ્ય જમીન અને નોંધણી વિભાગોના સક્રીય સહયોગથી સામાન્ય રાષ્ટ્રીય જમીન રેકોર્ડ ધોરણો ઉપર આધારિત એક સમર્પિત રાષ્ટ્રીય ડિજિટલ જમીન રેકોર્ડ મિશન સ્થાપીને જમીન રેકોર્ડનું આધુનિકરણ અને માનકીકરણ કરવા માટે વિશિષ્ટ અભિયાન હાથ ધરવાની પણ ભલામણ કરી છે.

સમિતિએ ફિનટેક અને ડિજિટલ સેવાઓના ઉદયને ધ્યાનમાં રાખીને ગ્રાહક સુરક્ષા માટે સમાવેશી કાયદાકીય માળખું ગોઠવવા માટે પણ ભલામણ કરી છે.

તેણે તમામ નાણાકીય ક્ષેત્રના નિયંત્રકો દ્વારા માપદંડો વિકસાવવા અને નિયંત્રણોનું અનુપાલન સરળ, ઝડપી અને અસરકારક બનાવવા ઉપયોગી પ્રસંગો અપનાવીને નાણાકીય ક્ષેત્રના સેવા પ્રદાતાઓ દ્વારા તેની સ્વીકૃતિની સુવિધા પુરી પાડવા રેગ્યુલેશન ટેક્નોલોજી (અથવા રેગટેક) અપનાવવા પણ ભલામણ કરી છે. આજ રીતે, તેણે સુપરવાઇઝરી ટેક્નોલોજી (અથવા સુપટેક), પરીક્ષણ, અમલીકરણ, નીરિક્ષણ અને મૂલ્યાંકનના વિશિષ્ટ ઉપયોગી પ્રસંગો માટે સંસ્થાકીય માળખુ વિકસાવવા પણ નાણાકીય ક્ષેત્રના નિયંત્રકોને ભલામણ કરી છે.

વધુમાં સરકારી નાણાકીય પ્રક્રિયાઓ અને અમલીકરણ, ખાસ કરીને એકાઉન્ટિંગ અને મિલકત સંચાલન, કલ્યાણ સેવાઓ, કરવેરા અને નાગરિક ફરિયાદોના નિરાકરણ માટે શક્ય એપ્લિકેશનની શોધ અને સૂચના સહિત આ અહેવાલનો અમલ કરવાના કાર્યો હાથ ધરવા આર્થિક બાબતોના મંત્રાલય (DEA), નાણા મંત્રાલયમાં ફિનટેક એપ્લિકેશન ઉપર ઇન્ટર-મિનિસ્ટિરિયલ સ્ટિયરિંગ સમિતિ સ્થાપવામાં આવશે. જ્યારે FSDC અંતર્ગત સ્થાપવામાં આવેલું ઇન્ટર-રેગ્યુલેટરી ટેક્નિકલ જૂથ (IRTG) ફિનટેક ઉપર ઇન્ટર-રેગ્યુલેટરી સંકલનનો મંચ રહેશે.

સમિતિની વિસ્તારપૂર્વક હાથ ધરાયેલી ચર્ચા બાદ ફિનટેકના ક્ષેત્રમાં તમામ મંત્રાલયો અને નિયંત્રકો દ્વારા હાથ ધરાતી કામગીરીઓના સંકલન માટે એક સ્થાનિક સંસ્થા ઉભી કરવાની પણ આવશ્યકતા વિચારવામાં આવી છે. સંબંધિત મંત્રાલયો સાથે ફિનટેક અંગે સંકલન સાધવા માટે રોકાણ પ્રભાગ, આર્થિક બાબતોનો વિભાગ, નાણા મંત્રાલયમાં ડિજિટલ ઇકોનોમી અને ફિનટેક ઉપર સમર્પિત ટીમ સ્થાપવામાં આવી રહી છે.

રિપોર્ટ સુપરત કરનારી સ્ટિયરિંગ સમિતિની અધ્યક્ષતા આર્થિક બાબતોના વિભાગના સચિવ દ્વારા કરાઇ હતી. તેના અન્ય સભ્યોમાં સચિવ (MeitY), સચિવ (DFS), સચિવ (MSME), અધ્યક્ષ (CBIC), સીઇઓ (UIDAI), ડેપ્યુટી ગવર્નર (RBI), એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (SEBI), સીઇઓ, ઇન્વેસ્ટ ઇન્ડિયાનો સમાવેશ થાય છે, જ્યારે અધિક સચિવ (રોકાણ), DEA પેનલના સંયોજક છે.

ફિનટેક સંબંધિત મુદ્દાઓ ઉપર સ્ટિયરિંગ સમિતિના અહેવાલની નકલ આજે આર્થિક બાબતોના વિભાગની વેબસાઇટ ઉપર મુકવામાં આવી છે.



(Release ID: 1583919) Visitor Counter : 284


Read this release in: Urdu , English , Hindi