PIB Headquarters

સુરત જીએસટી ગુપ્તચર એજન્સી દ્વારા 6 સ્થળોએ બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું

Posted On: 14 AUG 2019 4:27PM by PIB Ahmedabad

અમદાવાદ 14-08-2019

 

વસ્તુ તેમજ સેવાકર આસુચના મહાનિદેશાલય (DGGI – Directorate General of GST Intelligence) ની સુરત ઝોનલ કચેરીને 100 ટકા નિકાસલક્ષી એકમ (EOU) દ્વારા જીએસટીમાં તેમજ જીએસટી પહેલાના સમયમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ગેરરીતિ થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ડીજીજીઆઈની સુરત કચેરીના અધિકારીઓએ વાપી, સેલવાસ, દાદરા અને રખોલીમાં રહેણાંક જગ્યા સહિત છ જુદા જુદા સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન સ્થળ પરથી રૂપિયા 1 કરોડ કરતા વધુની રકમ જપ્ત કરવામાં આવી હતી. તેમજ જીએસટી, કસ્ટમ ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ગેરરીતિનો ખુલાસો કરી શકે તેવા દસ્તાવેજો પ્રાપ્ત થયા હતા. જીએસટી ગુપ્તચર અધિકારીઓ દ્વારા ગેરરીતિની ચોક્કસ રકમ શોધવા તેમજ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવા માટે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે, એમ ડીજીજીઆઈ સુરતની એક અખબારી યાદીમાં જણાવાયું છે.  

 

DK/NP/J.Khunt/GP


(Release ID: 1581962) Visitor Counter : 146


Read this release in: English