ગૃહ મંત્રાલય

ગુહમંત્રી અમિત શાહે બજેટને આશાઓ અને સશક્તિકરણનું બજેટ ગણાવ્યું, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભારત-વિકાસના દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે

બજેટથી ભારતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબોને પોતાના સપનાં પૂરા કરવાની તક મળશેઃ શ્રી અમિત શાહ

Posted On: 05 JUL 2019 3:17PM by PIB Ahmedabad

 

નવી દિલ્હી, 05-07-2019

 

ગૃહમંત્રી શ્રી અમિત શાહે બજેટ 2019-20ને આશાઓ અને સશક્તિકરણનું બજેટ ગણાવ્યું છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભારત-વિકાસ દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે. પ્રસંગે શ્રી અમિત શાહે અનેક ટ્વિટ કર્યા છે. તેમને પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે અર્થવ્યવસ્થા, આવાસ, માળખાકીય અને સામાજિક ક્ષેત્રોમાં પાછલા 5 વર્ષો દરમિયાન જે શાનદાર કામગીરી થઇ છે, તેના આધાર પર ભારતમાં તે આશા પેદા થઇ છે કે આવનારા વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલરની બની જશે.

શ્રી અમિત શાહે જણાવ્યું કે બજેટ 2019-20 તમામ ક્ષેત્રો માટે સંકલિત રોડમેપ પ્રદાન કરે છે, જેના દ્વારા આપણાં દેશમાં વિકાસ અને સંશોધનને પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું છે કે સ્વચ્છ ઉર્જા અને રોકડ વિહિન લેવડ-દેવડ ઉપર મૂકાયેલો ભાર યોગ્ય દિશામાં લેવાયેલું પગલું છે.

ગૃહમંત્રીએ જણાવ્યું છે કે નવા ભારતના બજેટમાં પ્રત્યેક નાગરિકના જળ સંબંધિત સપનાંને પૂર્ણ કરવાનું ધ્યાન રખાશે. તેની સાથે સમગ્ર દેશમાં વીજળી ઉત્પાદકતા અને નિર્માણ ક્ષેત્રને આગળ વધારવા માટે પણ જોગવાઇ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે બજેટથી ભારત સ્ટાર્ટ-અપના કેન્દ્ર સ્વરૂપે સક્ષમ બનશે.

ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે બજેટ ભારતના વિકાસ સંબંધિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે, જે થકી ખેડૂતો સમૃદ્ધ થશે, ગરીબ સન્માનપૂર્ણ રીતે જીવન વ્યક્તિ કરી શકશે, મધ્યમ વર્ગને તેમની મહેનતનું યોગ્ય વળતર પ્રાપ્ત થશે અને ભારતીય ઉદ્યોગોનો વિકાસ થશે.

 

DK/NP/J.Khunt/GP



(Release ID: 1577519) Visitor Counter : 133


Read this release in: Punjabi , English , Hindi , Punjabi