નાણા મંત્રાલય

નાણાં મંત્રીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત જીએસટી કાઉન્સિલની 35મી બેઠકની અધ્યક્ષતા કરી;


કાઉન્સિલે નેશનલ એન્ટિ-પ્રોફિટીઅરિંગ ઑથોરિટીની મુદ્દત 2 વર્ષ લંબાવવા સહિત વિવિધ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા

Posted On: 21 JUN 2019 7:28PM by PIB Ahmedabad

જીએસટી કાઉન્સિલની 35મી બેઠક નવી સરકારે શપથ લીધા પછીની કાઉન્સિલની પ્રથમ બેઠક હતી. આ બેઠક સૌહાર્દપૂર્ણ અને વ્યવસાયિક રીતે યોજાઈ હતી.

બેઠકની શરૂઆતમાં કાઉન્સિલ દ્વારા જીએસટી કાઉન્સિલનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અરુણ જેટલીની ઉત્કૃષ્ટ ભૂમિકાની નોંધ લેતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને એમાં જીએસટી કાઉન્સિલમાં એમનાં ઉત્કૃષ્ટ પ્રદાનની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેનાં પરિણામે જીએસટી અત્યારે સહકારી સંઘવાદનું ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ બની ગયું છે. કાઉન્સિલે એનાં વિદાય લેતાં સભ્યોનો આભાર પણ માન્યો હતો અને કાઉન્સિલમાં નવા સામેલ થયેલા સભ્યોનું સ્વાગત કર્યું હતું. એમાં ઉત્તરાખંડનાં ભૂતપૂર્વ નાણાંમંત્રી શ્રી પ્રકાશ પંતનાં અકાળે અવસાન પર શોકની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

સંપૂર્ણપણે જોઈએ તો કાઉન્સિલની બેઠક દરમિયાન 12 એજન્ડા પર ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવી હતી. એમાંથી કેટલીક બાબતો જીએસટી કાઉન્સિલની 34મી બેઠકમાં થયેલી કામગીરીને પુષ્ટિ આપવામાં જેવી હતી, કાઉન્સિલનાં જાહેરનામાને મંજૂર કરવામાં આવ્યું હતું, 12મી માર્ચ, 2019થી 11મી જૂન વચ્ચે કેન્દ્ર સરકારે પસાર કરેલા પરિપત્રો અને આદેશોને મંજૂર કર્યા હતાં તેમજ જીએસટી અમલીકરણ સમિતિનાં નિર્ણયોની નોંધ લેવામાં આવી હતી.

પરિષદે કાયદા સાથે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ અપીલેટ ટ્રિબ્યુનલ (જીએસટીએટી) માટે રાજ્ય અને વિસ્તારની બેન્ચોનાં સ્થાનો સાથે સંબંધિત નિર્ણય લીધો હતો. સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશ માટે કોમન સ્ટેટ બેન્ચ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નેશનલ એન્ટિ-પ્રોફિટીયરિંગ ઑથોરિટીની મુદ્દત 2 વર્ષ વધારવામાં આવી હતી.

કાઉન્સિલે બી2બી વ્યવહારો માટે તબક્કાવાર રીતે ઇલેક્ટ્રોનિક ઇનવોઇસિંગ સિસ્ટમ પ્રસ્તુત કરવાનો પણ નિર્ણય લીધો હતો. ઇ-ઇનવોઇસિંગ ઝડપથી વિકસતી ટેકનોલોજી છે, જે કરદાતાઓને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવામાં અને કરવેરા સાથે સંબંધિત પ્રક્રિયાઓનાં ઑટોમેશનમાં મદદરૂપ થશે. એનાથી કરવેરાની ચોરીની સમસ્યા દૂર કરવામાં કરવેરા સત્તામંડળને મદદ પણ મળશે. પ્રથમ તબક્કો સ્વૈચ્છિક હશે અને તે જાન્યુઆરી, 2020થી શરૂ કરવામાં આવશે.

 

J. Khunt/RP



(Release ID: 1575290) Visitor Counter : 268


Read this release in: English , Hindi