સંરક્ષણ મંત્રાલય

ચક્રવાત 'વાયુ' – ભારતીય નૌકાદળની તૈયારીઓ

Posted On: 13 JUN 2019 2:00PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13-06-2019

 

ભારતીય નૌકાદળે ચક્રવાત વાયુ માટે ગુજરાત રાજ્ય/નાગરિક વહીવટીતંત્ર સાથે સંકલનમાં પૂર્વતૈયારીની તમામ કામગીરીઓની સમીક્ષા કરી હતી.

વેસ્ટર્ન નેવલ કમાન્ડ, મુંબઈ આ સ્થિતિ પર બારીકાઈપૂર્વક નજર રાખી રહ્યું છે. મુંબઈમાં ભારતીય નૌકાદળનાં જહાજો ચેન્નાઈ, ગોમતી અને દીપકને એચએડીઆર/રાહત સામગ્રી સાથે તૈયાર રાખવામાં આવ્યા છે અને ટૂંકી નોટિસમાં અભિયાન શરૂ કરવા સજ્જ છે. ઉપરાંત 5,000 લિટર પીવાનું પાણી પણ ભારતીય જહાજોમાં રાખવામાં આવ્યું છે. ભારતીય વાયુદળનાં વિમાનો અને ત્રણ હેલિકોપ્ટર કામગીરી કરવા માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. બે ડાઇવિંગ અને બચાવ કામગીરી માટેની ટીમો તથા ત્રણ મેડિકલ ટીમો જરૂરી સહાય સાથે સજ્જ છે. દ્વારકા અને પોરબંદરમાં સામુદાયિક રસોડું શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. વિમાન અને હેલિકોપ્ટરને નુકસાનની આકારણી માટે કામે લગાવવામાં આવશે તેમજ જરૂર પડે ત્યારે શોધ અને બચાવ કામગીરી માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે.

DK/NP/J.Khunt/GP        



(Release ID: 1574416) Visitor Counter : 174


Read this release in: English