મંત્રીમંડળ

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે સાથે જોડાયેલા ક્ષેત્રોમાં રહેતી વ્યક્તિઓ માટે રાહત


આ ક્ષેત્રોની વ્યક્તિ નોકરીમાં ભરતી, પ્રમોશન અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે પ્રવેશમાં અનામતનો લાભ ઉઠાવી શકે છે

મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીરમાં અનામત (સંશોધન) ખરડો, 2019ને મંજૂરી આપી

પ્રસ્તાવને સંસદનાં બંને ગૃહમાં રજૂ કરવામાં આવશે

Posted On: 12 JUN 2019 7:50PM by PIB Ahmedabad

જનકલ્યાણકારક પહેલો અને વિશેષ રીતે વિકાસનાં અંતિમ પાયદાન પર રહેલા લોકોને ધ્યાનમાં રાખીને તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વચનોને પૂર્ણ કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે આજે જમ્મુ અને કાશ્મીરમાં અનામત (સંશોધન) ખરડો, 2019ને પોતાની મંજૂરી આપી દીધી છે. સંસદનાં આગામી સત્રમાં બંને ગૃહોમાં આ આશયનો પ્રસ્તાવ લાવવામાં આવશે.

 

મંત્રીમંડળનો આ નિર્ણય સબ કા સાથ, સબ કા વિકાસ તથા સબ કા વિશ્વાસ પ્રત્યે સમર્પિત જન કલ્યાણકારક સરકારનાં પ્રધાનમંત્રી મોદીનાં વિઝનને દર્શાવે છે.

 

લાભઃ

 

આ પગલાંથી જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સંલગ્નમાં રહેતી વ્યક્તિઓને રાહત મળશે.

 

આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા વિસ્તારમાં રહેતાં લોકો પ્રત્યક્ષ ભરતી, પ્રમોશન અને વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમો માટે પ્રવેશમાં લાભ ઉઠાવી શકે છે.

 

આશયઃ

 

આ ખરડો જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ, 2004માં સંશોધન કરીને જમ્મુ અને કાશ્મીર અનામત (સંશોધન) અધ્યાદેશ, 2019નું સ્થાન લેશે તથા આ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં રહેતી વ્યક્તિઓને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) સાથે જોડાયેલા વિસ્તારોમાં રહેતાં લોકોને સમાન અનામતનાં દાયરામાં લાવશે.

 

પૃષ્ઠભૂમિઃ

 

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સંલગ્ન વિસ્તારોમાં રહેતાં લોકોને જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ, 2004 અને વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલા વિસ્તારોનાં રહેવાસીઓ સહિત વિવિધ કેટેગરી માટે પ્રત્યક્ષ ભરતી, પ્રમોશન અને વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમો માટે અનામતની જોગવાઈ કરતાં નિયમ, 2005માં સામેલ કરવામાં આવ્યો નહોતો. એટલે લાંબા સમયથી એને એનો લાભ મળતો નહોતો.

 

સરહદ પારથી સતત તણાવ, આંતરરાષ્ટ્રીય સરહદની આસપાસ રહેતાં લોકોનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા અને સરહદ પારથી થતી ગોળીબારીને કારણે અહીંનાં રહેવાસીઓને સુરક્ષિત સ્થળો પર જવા માટે ફરજ પડતી રહી અને એનાથી એમનાં શિક્ષણ પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો, કારણ કે શૈક્ષણિક સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ રહેતી હતી.

 

આ કારણે ઉચિત સ્વરૂપે એવું અનુભવવામાં આવ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલા વિસ્તારોમાં રહેતાં લોકોની જેમ જ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રહેતાં લોકો માટે અનામતનો લાભ આપવામાં આવે.

 

રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય વિધાનસભાની શક્તિઓ સંસદ પાસે હોય છે. એટલે જમ્મુ અને કાશ્મીર અનામત (સંશોધન) વટહુકમ, 2019નાં સ્થાને એક ખરડો લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને સંસદનાં બંને ગૃહમાં રજૂ કરવામાં આવશે.

 

J.Khunt/RP



(Release ID: 1574157) Visitor Counter : 189