ચૂંટણી આયોગ

ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન (આઇએસઆઈ)એ ભારતનાં ચૂંટણી પંચને વીવીપીએટીની ગણતરીની સેમ્પલ સાઇઝ અંગેનો અહેવાલ પ્રસ્તુત કર્યો

Posted On: 22 MAR 2019 12:42PM by PIB Ahmedabad

 

ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન (આઇએસઆઈ)એ આજે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરા તથા ચૂંટણી કમિશનર શ્રી અશોક લવાસા અને શ્રી સુનિશ ચંદ્રા સમક્ષ વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએટી)નો સ્લીપ ગણતરીની સેમ્પલ સાઇઝ અંગેના અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. આ અહેવાલ આઇએસઆઈનાં દિલ્હી કેન્દ્રનાં મુખ્ય પ્રૉફેસર અભય જી. ભટ્ટે પ્રસ્તુત કર્યો હતો. દેશમાં ચૂંટણી દરમિયાન વીવીપીએટી સ્લિપ ગણતરીની સંવર્ધિત ટકાવારી માટે વિવિધ માગને ધ્યાનમાં રાખીને કમિશને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ)ની ઇલેક્ટ્રોનિક ગણતરી સાથે વીવીપીએટી સ્લિપનાં વેરિફિકેશન મુદ્દે વ્યવસ્થિત અવલોકન કરવા અને વૈજ્ઞાનિક ધોરણે પરીક્ષણ કરવા માટે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાનને જવાબદારી સોંપી હતી.

 

આઇએસઆઈ દેશમાં આંકડાકીય અને સેમ્પલિંગ પદ્ધતિનાં સંશોધન, શિક્ષણ અને ઉપયોગિતા માટે કટિબદ્ધ સૌથી વધુ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓમાંની એક છે. પોતાનાં ક્ષેત્રનાં નિષ્ણાત અને વિષયમાં વિશેષતાને ધ્યાનમાં રાખીને પંચે ચૂંટણીઓ દરમિયાન વીવીપીએટીનાં સ્લિપની ગણતરીની સંખ્યા/ટકાવારીનાં મુદ્દે ઉચિત ગણતરી, શ્રેષ્ઠ આંકડા અને વ્યવહારિક સમાધાન લાવવા આ સંસ્થાને રોકવાનો નિર્ણય લીધો હતો.

આઇએસઆઈનાં દિલ્હી કેન્દ્રનાં પ્રૉફેસર અભય જી. ભટ્ટ ઉપરાંત નિષ્ણાત સમિતિમાં ચેન્નાઈ મેથેમેટિકલ ઇન્સ્ટિટ્યૂટ (સીએમઆઈ)નાં નિદેશક પ્રૉફેસર રાજીવ એલ. કરાંદિકર અને જેમની નિમણૂક નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એનએસએસઓ)નાં મહાનિદેશક તરીકે થઈ હતી એવા એમઓએસપીઆઈની કેન્દ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલયનાં નાયબ મહાનિદેશક (સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન)નાં શ્રી ઓન્કાર પ્રોસાદ ઘોષ સામેલ હતા. અહેવાલને અંતિમ ઓપ આપતા અગાઉ નિષ્ણાત સમિતિએ અન્ય જૂથો પાસેથી પ્રાપ્ત સૂચનોની ચર્ચા આંકડાકીય ક્ષેત્રનાં અન્ય નિષ્ણાતો સાથે કરી હતી તેમજ સૂચનોની ચકાસણી પણ કરી હતી. આ નિષ્ણાત સમિતિએ પંચને આજે એટલે કે 22 માર્ચ, 2019નાં રોજ રેન્ડમ સેમ્પલિંગ ફોર ટેસ્ટિંગ ઑફ ઇવીએમ વાયા વીવીપીએટી સ્લિપ વેરિફિકેશન ટાઇટલ ધરાવતો અહેવાલ સોંપ્યો હતો.

નિષ્ણાતો દ્વારા સોંપાયેલો અહેવાલ હવે પંચ ચકાસશે અને જરૂરી કામગીરી હાથ ધરશે.

NP/J.Khunt/GP/RP                        



(Release ID: 1569261) Visitor Counter : 362