ચૂંટણી આયોગ

જનપ્રતિનિધિત્વ કાયદા 1951ની કલમ 29(એ) અંતર્ગત રાજકીય પક્ષોની નોંધણી – જાહેર નોટિસનો સમયગાળો

Posted On: 15 MAR 2019 6:06PM by PIB Ahmedabad

રાજકીય પક્ષોની નોંધણી જનપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 29(એ)ની જોગવાઈ દ્વારા થાય છે. ભારતનાં બંધારણની કલમ 324 અને જનપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 29(એ) અંતર્ગત અધિકારોનો ઉપયોગ કરીને ભારતનાં ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સૂચનો અનુસાર ઉપરોક્ત ધારા અંતર્ગત પંચમાં નોંધણી કરાવવા ઇચ્છતાં રાજકીય પક્ષને પોતાની સ્થાપનાની તારીખથી લઈને 30 દિવસની અંદર પંચ આગળ અરજી કરવી પડે છે. હાલનાં સૂચનો અનુસાર અરજકર્તા સંસ્થાને પક્ષનાં પ્રસ્તાવિત નામને બે રાષ્ટ્રીય દૈનિક અખબારો અને બે સ્થાનિક અખબારોમાં પ્રકાશિત કરવાનું કહેવામાં આવે છે. આ રીતે પ્રકાશનનાં 30 દિવસની અંદર પંચની સમક્ષ પ્રસ્તાવિત નોંધણી વિશે કોઈ આપત્તિ હોય તો એ જ અખબારોમાં બે દિવસ સુધી પ્રકાશિત કરાવવી પડે છે.

 

3. પંચે લોકસભા અને આંધ્રપ્રદેશ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ વિધાનસભાઓ માટે 10 માર્ચ, 2019નાં રોજ ચૂંટણીઓ કરવાની જાહેરાત કરી છે. એટલે હાલની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પંચે એક વાર સમયમાં છૂટ આપી છે અને 10 માર્ચ, 2019 એટલે કે ચૂંટણીની જાહેરાતની તારીખથી પોતાની જાહેર નોટિસ પ્રકાશિત કરાવનાર પક્ષો માટે નોટિસનો ગાળો 30 દિવસથી ઘટાડીને 7 દિવસ કર્યો છે.

 

4. એટલે હવે જો કોઈને 10 માર્ચ, 2019નાં રોજ પોતાની સાર્વજનિક નોટિસ પ્રકાશિત કરાવનાર કોઈ પણ રાજકીય પક્ષની નોંધણીને લઈને આપત્તિ હોય, તો તે આ પક્ષ વિરૂદ્ધ પોતાનો વાંધો 17 માર્ચ, 2019 સુધી નોંધાવી શકે છે.

 

RP


(Release ID: 1568928) Visitor Counter : 274


Read this release in: English , Hindi