રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતનાં રાષ્ટ્રપતિએ ગાંધીનગરમાં નવપ્રવર્તન અને ઉદ્યોગસાહસિકતા મહોત્સવનું ઉદઘાટન કર્યું

Posted On: 15 MAR 2019 3:35PM by PIB Ahmedabad

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (15 માર્ચ, 2019) ગુજરાતનાં ગાંધીનગરમાં નવપ્રવર્તન અને ઉદ્યોગસાહસિકતા મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. તેમણે 10માં દ્વિવાર્ષિક રાષ્ટ્રીય તૃણમૂલ નવપ્રવર્તન પુરસ્કાર પણ અર્પણ કર્યા હતાં.

આ પ્રસંગે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણે મહત્વપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો પૂર્ણ કરવા તથા સંવેદનશીલ, સમાવેશી અને સુખી સમાજનું નિર્માણ કરવા ઇચ્છતાં હોવાથી આપણે ભારતનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ખાદ્ય સુરક્ષા, ઊર્જા સુલભતા, પર્યાવરણીય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતની સમસ્યાઓ સાથે સંબંધિત સમાધાનો શોધવા નવપ્રવર્તનની શક્તિનો ઉપયોગ કરવો પડશે. આપણે નવપ્રવર્તનની કાર્યશૈલીને પ્રોત્સાહન આપવા અને નવીન સમાજનું નિર્માણ કરવા તમામ પ્રયાસો કરવા પડશે. આ આપણને એ સુનિશ્ચિત કરવાની સર્વોત્તમ સંભાવના પ્રદાન કરશે કે, દરેક યુવાન ભારતીય પાસે પોતાની ખરી ક્ષમતાને સાકાર કરવાનો અવસર છે.

 

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, માત્ર એક નવીન વિચાર પર્યાપ્ત નથી. રચનાત્મક વિચારને પરિપક્વ થવા, એનો પ્રસાર થવા અને વાસ્તવિક રીતે સાકાર કરવા માટે જરૂરી સહકાર મળે એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. નવપ્રવર્તનનાં બે મુખ્ય પરિબળોમાંનું એક છે, જે કોઈ પણ નવપ્રવર્તનને સાકાર કરવાની સુનિશ્ચિતતા કરે છે અને બીજું મુખ્ય પરિબળ ઉદ્યોગસાહસિકતા છે, જે નવપ્રવર્તનમાં પૂરક બને છે, જેથી આપણાં સાથી નાગરિકોને લાભ મળશે. આપણે નવપ્રવર્તનને ઉદ્યોગસાહસિકતામાં પરિવર્તિત કરવા માટે ઇકોસિસ્ટમ ઊભી કરવાની જરૂર છે. તેના માટે નાણાકીય સહયોગ, માર્ગદર્શન અને નીતિગત સહકાર પ્રદાન કરીને યુવા નવપ્રવર્તકોનાં વિકાસ અને સ્ટાર્ટઅપ માટે પીઠબળની જરૂર છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1568901) Visitor Counter : 513