મંત્રીમંડળ

દેશમાં મોબિલિટી સોલ્યુશનને પ્રોત્સાહન

મંત્રીમંડળે ‘પરિવર્તનકારી ગતિશીલતા અને બેટરી સ્ટોરેજ પરનાં રાષ્ટ્રીય મિશન’ને મંજૂરી આપી

સ્વચ્છ, જોડાયેલી, શેર થયેલી અને સમગ્ર ગતિશીલતા માટેની પહેલોને પ્રોત્સાહિત કરવા માટે મિશન, બેટરી અને અને ઇલેક્ટ્રિક વાહનોનાં કોમ્પોનેન્ટ્સ માટે તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

Posted On: 07 MAR 2019 2:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની બેઠકે નીચેના પ્રસ્તાવોને મંજૂરી આપી છે:

 1. સ્વચ્છ, સંયુક્ત, વિભાજીત, સંતુલિત અને હોલિસ્ટીક મોબિલિટી પહેલો મેળવવા માટે નેશનલ મિશન ઓન ટ્રાન્સફોર્મેટીવ મોબિલિટી અને બેટરી સંગ્રહની સ્થાપના;
 2. ભારતમાં કેટલાક મોટા પાયાના, નિકાસ સ્પર્ધાત્મક ઇન્ટીગ્રેટેડ બેટરીઓ અને સેલનું ઉત્પાદન કરતા ગીગા પ્લાન્ટ્સની સ્થાપનાને ટેકો આપવા માટે 2024 સુધી 5 વર્ષ સુધી તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમ પ્રોગ્રામ (પીએમપી).
 3. સંપૂર્ણ ઇલેક્ટ્રિક વિહિકલ વેલ્યુ ચેઈનની અંદર ઉત્પાદનને સ્થાનિક બનાવવા માટે 2024 સુધી 5 વર્ષ માટે પીએમપીનું નિર્માણ.

બંને પીએમપી યોજનાઓ નેશનલ મિશન ઓન ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી અને બેટરી સંગ્રહ દ્વારા નક્કી કરવામાં આવશે.

નેશનલ મિશન ઓન ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી એન્ડ સ્ટોરેજ:

સંરચના:

 • આંતર મંત્રાલય સંચાલન સમિતિ સહિત બહુ શાખાકીય “નેશનલ મિશન ઓન મોબિલિટી એન્ડ બેટરી સ્ટોરેજ”ની અધ્યક્ષતા નીતિ આયોગના સીઈઓ દ્વારા કરવામાં આવશે.
 • સ્ટીયરીંગ કમિટીમાં માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલય, ઊર્જા મંત્રાલય, નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારે ઉદ્યોગો મંત્રાલય, ઉદ્યોગ પ્રોત્સાહન અને આંતરિક વેપાર વિભાગના સચિવો અને બ્યુરો ઑફ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેન્ડર્ડના મહાનિદેશકનો સમાવેશ કરવામાં આવશે.

ભૂમિકા:

 • આ મિશન ઇલેક્ટ્રિક વાહનો અને તેના સ્પેરપાર્ટ્સ અને બેટરીઓ માટે ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી અને તબક્કાવાર ઉત્પાદન કાર્યોક્રમ માટે વ્યૂહરચનાઓ બનાવશે અને ભલામણો કરશે.
 • સંપૂર્ણ ઈવી મુલ્ય શ્રુંખલાની અંદર ઉત્પાદનને સ્થાનિક બનાવવા માટે એક તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમ (પીએમપી) જાહેર કરવામાં આવશે. નેશનલ મિશન ઓન ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી એન્ડ બેટરી સ્ટોરેજ પીએમપીની રૂપરેખા નક્કી કરશે અને આ પ્રકારના કાર્યક્રમની વિગતો નક્કી કરશે.
 • મુલ્ય ઉમેરણની વિગતો કે જે સ્થાયીકરણના પ્રત્યેક તબક્કા સાથે પ્રાપ્ત કરી શકાય તેમ હોય તેમને મિશન દ્વારા ઇલેક્ટ્રિક વિહિકલ ઘટકો અને સાથે સાથે બેટરી માટે સ્પષ્ટ મેઇક ઇન ઇન્ડિયા રણનીતિ સાથે નક્કી કરવામાં આવશે.
 • આ મિશન ભારતમાં મોબિલિટીમાં પરિવર્તન લાવવા માટે અનેકવિધ પહેલોને સાંકળવા માટે મંત્રાલયો/વિભાગો અને રાજ્યોની અંદર મુખ્ય હિતધારકો સાથે સહયોગ સાધશે.

રોડમેપ:

 • ગીગા સ્તરે બેટરી ઉત્પાદનનું અમલીકરણ કરવા માટે એક તબક્કાવાર રોડમેપને તૈયાર કરવામાં આવશે જેમાં શરૂઆતના તબક્કે 2019-20 સુધીમાં મોટા પાયાના મોડ્યુલ અને પેક એસેમ્બલી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને 2021-22 સુધીમાં સંકલિત સેલ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
 • બેટરીઓ માટેપીએમપીની વિગતો મિશન દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. આ મિશન ભારતમાં બેટરી ઉત્પાદન ઉદ્યોગના સમગ્રતયા અને વ્યાપક વૃદ્ધિની ખાતરી આપશે.
 • આ મિશન જરૂરી રોડમેપ પણ તૈયાર કરશે કે જે ભારતને નવિનીકૃત, સ્પર્ધાત્મક મલ્ટી મોડલ મોબિલિટી સોલ્યુશન કે જે વિવિધ સંદર્ભોમાં વૈશ્વિક સ્તરે અમલમાં મૂકી શકાય તે ઉત્પાદિત કરવામાંપોતાનું કદ અને સ્કેલ વધારવામાં સક્ષમ બનાવશે.
 • આ મિશન દેશમાંએક સંતુલિત મોબિલિટી ઇકોસીસ્ટમની શરૂઆત કરીને સ્થાનિક ઉત્પાદન વધારીને તેમજ રોજગારીનું નિર્માણ કરીને મેઇક ઇન ઇન્ડિયાને સમૃદ્ધ બનાવીને “ન્યુ ઇન્ડિયા”માં ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી માટેનો એક રોડમેપ તૈયાર કરશે.

અસરો:

 • આ મિશન એવા મોબિલિટી ઉકેલો લાવશે કે જે ઉદ્યોગો, અર્થતંત્ર અને દેશમાં નોંધપાત્ર ફાયદો કરાવશે.
 • આઉકેલો ભારતની તેલની આયાત પરની નિર્ભરતાને ઘટાડવાની સાથે સાથે શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવામાં અને પુનઃપ્રાપ્ય ઊર્જાના વપરાશ અને સંગ્રહના ઉપાયોને વધારવામાં સહાયતા કરશે.
 • આ મિશન એવી સ્ટ્રેટેજીઓ અને રોડમેપ તૈયાર કરશે કે જે ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી માટે એક સ્પર્ધાત્મક સ્થાનિક ઉત્પાદન ઇકોસીસ્ટમનું નિર્માણ કરવા માટે તેના કદ અને સ્કેલને વધારવામાં સક્ષમબનાવશે.
 • આ સંદર્ભમાં લેવામાં આવનાર પગલાઓ તમામ નાગરિકોને લાભ અપાવશે કારણ કે તેનો ઉદ્દેશ્ય આપણા નાગરિકોની ‘જીવન જીવવાની સરળતા’ને પ્રોત્સાહન આપવાનો અને જીવનની ગુણવત્તા વધારવાનો છે. તે અનેક કૌશલ્ય એકમોની શ્રેણીમાં મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી રોજગારીની તકો પણ પૂરી પાડશે.

પૂર્વભૂમિકા:

સપ્ટેમ્બર 2018માં યોજાયેલ વૈશ્વિક મોબિલિટી સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતમાં 7 સી’ પર આધારિત એક દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી કે જેમાં કોમન, કનેક્ટેડ, કન્વિનિયન્ટ, કંજેશન ફ્રિ, ચાર્જ્ડ, ક્લીન અને કટિંગ એજ મોબિલિટીનો સમાવેશ થતો હતો. મોબિલિટીની અંદર અર્થતંત્રને આગળ વધારવાની અને શહેરી અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાં નાગરિકોના જીવનને હકારાત્મક અસર પહોંચાડવાની ક્ષમતા રહેલી છે.

સસ્તા, સુગમ, સંકલિત અનેસુરક્ષિત મોબિલિટી ઉપાયો એતાત્કાલિક આર્થીક વિકાસ માટે અને ‘જીવન જીવવાની સરળતા’ને વધારવા માટેના પ્રાથમિક સ્ટ્રેટેજીક સ્તરો છે. વહેંચાયેલ, જોડાયેલા અને સ્વચ્છ મોબિલિટી ઉપાયો એ સમગ્ર વિશ્વમાં દિવસે ને દિવસે અસરકારક મોબિલિટી ઉપાયોના મુખ્ય સિદ્ધાંતો બની રહ્યા છે. જળવાયુના તેના લક્ષ્યાંક પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા ભારતને પોતાની જાતને વિશ્વમાં મોબિલિટી ક્રાંતિના એક મુખ્ય વાહક તરીકે સ્થાપિત કરવા માટે અસરકારક સ્ટ્રેટેજીઓ અપનાવવાની જરૂર છે.

આથી, એકસમર્પિત બહુ શાખાકીય મિશન કે જે સહયોગાત્મક સંઘવાદ, વ્યાપક શેરધારક અને આંતર મંત્રી સ્તરીય કન્સલ્ટેશનને સુવિધા પૂરી પાડે અને નીચેના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે મોબિલિટી લેન્ડસ્કેપને પરિવર્તિત કરવા માટેના એક એન્ડ ટુ એન્ડ નીતિગત માળખાને અમલીકૃત કરે તેની સ્થાપનાની જરૂરીયાત અનુભવાઈ હતી:

 1. ઉત્પાદન
 2. સ્પેસિફિકેશન અને સ્ટેન્ડર્ડ
 3. ફિસ્કલ ઇન્સેન્ટીવ્ઝ
 4. સમગ્રતયા માંગ નિર્માણ અને અનુમાનો
 5. નિયામક માળખું
 6. સંશોધન અને વિકાસ

આ પહેલો આવનારા દાયકાઓમાં ઝડપથી શહેરીકૃત થઇ રહેલા ભારતને એક નોંધપાત્ર ડીવીડંડ પુરા પાડશે.

 

RP(Release ID: 1568105) Visitor Counter : 112