શ્રમ અને રોજગાર મંત્રાલય
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધનયોજના
Posted On:
18 FEB 2019 5:45PM by PIB Ahmedabad
અમદાવાદ, 18-02-2019
ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ સંગઠન, નવી દિલ્હીએ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે વૃદ્ધાવસ્થાના રક્ષણની ખાતરી કરવા માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધનયોજના (PM-SYM). આ યોજના 15 મી ફેબ્રુઆરી 2019 થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. જેની માહિતી જનસેવા કેન્દ્રો (CSC) પરથી પ્રાપ્ત થશે.
અસંગઠિત કામદારો મોટેભાગે ઘર આધારિત કામો, શેરી વિક્રેતાઓ, મધ્યાહ્ન ભોજનના કામદારો, કૂલી, ઇંટ ભઠ્ઠાવાળા કામદારો, મોચી, રાગ પિકર્સ, ઘરઘાટી,ધોબી , રીક્ષા ખેંચનાર , જમીનવિહોણા મજૂરો, પોતાના ખાતા કામદારો, કૃષિ કામદારો, બાંધકામ કામદારો, બીડીના કામદારો, હાથ વણાટ કામદારો, ચામડાના કામદારો, સિનેમા કામદારો, ખાણ કામદારો અને સમાન અન્ય વ્યવસાયો જેની માસિક આવક રૂ. 15,000 / - પ્રતિ મહિના અથવા તેનાથી ઓછું અને 18-40 વર્ષની વય જૂથ છે. તેમને નવી પેન્શન સ્કીમ (એનપીએસ), કર્મચારી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) યોજના અથવા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) હેઠળ આવરી લેવાયેલનથી. વધુમાંતેઓ આવકવેરો ચુકવનાર ન હોવો જોઈએ.
બિનસંગઠિત કામદારો જનસેવા કેન્દ્રો (CSC) દ્વારા નોંધણી કરી શકાશે, જેમની પાસે આધાર કાર્ડ અને બચત બેંક ખાતું / જન ધન ખાતા નંબર હોય. નોંધણી માટે જનસેવા કેન્દ્રો (CSC) માં જતી વખતે, નોંધણી માટે આધાર કાર્ડ, બેંક પાસબુક અને પ્રારંભિક યોગદાન રકમ રોકડમાં સાથે રાખવાની રહેશે.
યોજનાનો લાભ લેવા માંગતા અસંગઠિત કામદારો તેમની નજીકના જનસેવા કેન્દ્રોની મુલાકાત લેશે. નજીકના જનસેવા કેન્દ્ર (CSC) શોધવા માટે, કૃપા કરીને locator.csccloud.in ની મુલાકાત લો.
યોજનાની વિગતો અને યોજના માટેની પાત્રતા અને પ્રક્રિયા, જનસુવિધા કેન્દ્ર,એલ.આઈ.સી ની વેબસાઇટ અને શ્રમ અને રોજગાર મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. લાભાર્થીઓ જિલ્લા શ્રમ કચેરીઓ, એલઆઈસી કચેરીઓ, સેન્ટ્રલ લેબર ઑફિસો, ઇપીએફ અને ઇએસઆઈસી ઑફિસની મુલાકાત લઈ શકે છે.
નોંધ : જો અરજી કરવામાં કોઈપણ જાતની તકલીફ પડે તો અરજદાર નજીકના બીડી કામદાર/લાઈમ સ્ટોન ડોલોમાંઈટ ખાણ કામદાર દવાખાનાનો સંપર્ક કરે. જે ગુજરાત માં અમદાવાદ, સારસા (આણંદ), બોરસદ, કરખડી, પાટણ, વડનગર, પાલનપુર છોટા-ઉદેપુર, રાણાવાવ, ડુંગરપુર-કવોરી, ગડુ (શેરબાગ) આવેલા છે.
આ યોજના માટે નીચેના અધિકારીઓનો પણ સંપર્ક કાર્યાલય સમયમાં કરી શકશે.
૧. શ્રીમાન કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય),અમદાવાદ
૨. શ્રીમાન સહાયક કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય), અમદાવાદ
૩. શ્રીમાન કલ્યાણ પ્રશાસક (કેન્દ્રીય), અમદાવાદ
|
સરનામું :
કાર્યાલય કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય),
ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ સંગઠન,
બી. ડી. પટેલ હાઉસ, ૫મો માળ, “બી“ બ્લોક, નારણપુરા રોડ
અમદાવાદ – ૩૮૦૦૧૪
ફોન નં : ૦૭૯ ૨૭૬૮ ૨૮૮૮/૩૮૮૮
ઈમેલ : wcc.ahd-mole[at]gov[dot]in
|
NP/J.KHUNT/GP
(Release ID: 1565073)
Visitor Counter : 1137