માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રધાનમંત્રી 19 જાન્યુઆરીનાં રોજ ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદઘાટન કરશે

प्रविष्टि तिथि: 17 JAN 2019 4:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરી, 2019નાં રોજ મુંબઈમાં ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલય ‘નેશનલ મ્યૂઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા’ (એનએમઆઈસી)નું ઉદઘાટન કરશે. આ શાનદાર સંગ્રહાલય 140.61 કરોડ રૂપિયાનાં ખર્ચે બન્યું છે. સંગ્રહાલયમાં વિઝ્યુઅલ ગ્રાફિક્સ, શિલ્પ અને મલ્ટિમીડિયાનાં પ્રેઝન્ટેશન દ્વારા મુલાકાતીઓને કિસ્સા – કહાની સ્વરૂપે સિનેમાની એક સદીથી વધારે જૂનાં ઇતિહાસની જાણકારી આપશે.

 

આ સંગ્રહાલય શ્રી શ્યામ બેનેગલની અધ્યક્ષતામાં સંગ્રહાલય સલાહકાર સમિતિનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રી પ્રસૂન જોશીની અધ્યક્ષતામાં રચિત સમિતિએ એનએમઆઈસીને આધુનિક બનાવવામાં સહકાર આપ્યો છે.

 

આ સંગ્રહાલયમાં બે ઇમારતો – ‘નવીન સંગ્રહાલય ભવન’ અને 19મી સદીનાં ઐતિહાસિક મહેલ ‘ગુલશન મહેલ’માં સ્થિત છે. બંને ઇમારતો મુંબઈમાં ફિલ્મ ડિવિઝનનાં સંકુલમાં છે.

 

નવીન સંગ્રહાલય ભવનમાં ચાર એક્ઝિબિશન હોલ છે, જેની વિગત નીચે મુજબ છે -

 

1.     ગાંધી અને સિનેમાઃ અહીં મહાત્મા ગાંધીનાં જીવનકવન પર બનેલી ફિલ્મો છે. એની સાથે સિનેમા પર તેમનાં જીવનનાં ઊંડા પ્રભાવને પણ દર્શાવવામાં આવ્યો છે.

 

2.      બાળફિલ્મ સ્ટૂડિયોઃ અહીં મુલાકાતીઓને, ખાસ કરીને બાળકોનાં ફિલ્મ નિર્માણનું વિજ્ઞાન, ટેકનોલોજી અને કળાને જાણવાની તક મળશે. આ હોલમાં કેમેરા, લાઇટ, શૂટિંગ અને અભિનય સાથે જોડાયેલી જાણકારીઓ ઉપલબ્ધ થશે.

 

3.     ટેકનોલોજી, રચનાત્મકતા અને ભારતીય સિનેમાઃ અહીં ભારતીય ફિલ્મ નિર્દેશકો દ્વારા સિલ્વર સ્ક્રીન પર સિનેમેટોગ્રાફિક અસર ઉભી કરવા માટે વર્ષોથી ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીનાં ઉપયોગની જાણકારી મળશે.

 

4.      ભારતીય સિનેમાઃ અહીં દેશભરનીસિનેમેટોગ્રાફિક સંસ્કૃતિનેઅદ્ભુત કેલીડોસ્કોપિના માધ્યમથી દર્શાવાય છે.

 

ગુલશન મહલ એએસઆઈ ગ્રેડ – II ધરાવતુંવારસાગત માળખું છે. એને એનએમઆઈસી યોજનાનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવી છે. અહીં ભારતીય સિનેમાની100 વર્ષથી વધારે સફરને દર્શાવવામાં આવી છે. એને 9 પ્રકારમાં વિભાજીત કરવામાં આવી છે, જેમાં સિનેમાનો જન્મ, ભારતમાં સિનેમાનું આગમન, ભારતીય મૂક ફિલ્મ, ધ્વનિની શરૂઆત, સ્ટુડિયો યુગ, દ્વિતીય વિશ્વયુદ્ધની અસર, રચનાત્મક જીવંતતા, નવો પ્રવાહ તથા આ ઉપરાંત પ્રાદેશિક સિનેમા સાથે સંબંધિત જાણકારીઓ સામેલ છે.

 

NP/J.Khunt/RP


(रिलीज़ आईडी: 1560411) आगंतुक पटल : 259
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil