પ્રધાનમંત્રીનું કાર્યાલય

મહારાષ્ટ્રનાં સોલાપુરમાં માર્ગ સંપર્ક, ગરીબો માટે આવાસ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે


પ્રધાનમંત્રી આવતીકાલે સોલાપુરમાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરશે

શ્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 30,000 મકાનોનો શિલાન્યાસ કરશે

ભૂર્ગભ ગટર વ્યવસ્થા અને પ્રદૂષિત જળ સંશોધન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવશે

સોલાપુર-તુળજાપુર-ઓસ્માનાબાદના નવા 4 લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ-52નું લોકાર્પણ કરવામાં આવશે

Posted On: 08 JAN 2019 4:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં સોલાપુર જશે. પ્રધાનમંત્રી વિવિધ વિકાસ યોજનાઓનો શુભારંભ કરશે અને વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

માર્ગ પરિવહન અને સંપર્કને પ્રોત્સાહન આપી પ્રધાનમંત્રી 4 લેનનો સોલાપુર-તુળજાપુર-ઉસ્માનાબાદ એનએચ-211 (નવો એનએચ-52) રાષ્ટ્રને સમર્પિત કરશે. 4 લેનને ઉસ્માનાબાદ રાજમાર્ગથી સોલાપુરનો મહારાષ્ટ્રનાં મરાઠવાડા વિસ્તાર સાથે સંપર્ક સુધરશે.

પ્રધાનમંત્રી શ્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 30,000 મકાન બનાવવા માટે શિલાન્યાસ કરશે. આ આવાસો દ્વારા કચરો વીણતા, રિક્ષાચાલકો, કપડાનાં મજૂરો, બીડી મજૂર જેવા ગરીબ બેઘર લોકોને મુખ્યત્વે લાભ થશે. યોજનાનો કુલ ખર્ચ રૂ. 1811.33 કરોડ થયો છે, જેમાંથી કુલ રૂ. 750 કરોડની મદદ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરશે.

પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતનાં પોતાનાં મિશનને આગળ વધારીને સોલાપુરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને 3 ગંદા પાણી પર પ્રોસેસિંગ કરવા માટેના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તેનાથી શહેરની ગટર વ્યવસ્થાનો વ્યાપ વધશે અને શહેરની સ્વચ્છતામાં સુધારો થશે. નવી ગટર વ્યવસ્થા જૂની વ્યવસ્થાનું સ્થાન લેશે અને અમૃત મિશન અંતર્ગત લાગુ કરવામાં આવતાં ટ્રન્ક સીવર સાથે પણ જોડાશે.

પ્રધાનમંત્રી સોલાપુર સ્માર્ટસિટીમાં ક્ષેત્ર આધારિત વિકાસનાં અંગ સ્વરૂપે પાણીનો પુરવઠો અને ગટર વ્યવસ્થાની સંયુક્ત સુધાર યોજના, ઉજણી બંધથી સોલાપુર શહેરને પીવાનાં પાણીનાં પુરવઠાની વ્યવસ્થાને મજબૂત બનાવવા અને અમૃત મિશન અંતર્ગત ભૂર્ગભ સુએઝ વ્યવસ્થાનો શિલાન્યાસ પણ કરશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત યોજના માટે રૂ. 244 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. આ યોજનાથી સેવા ડિલિવરીમાં મહત્વપૂર્ણ સુધારો થશે અને ટેકનોલોજી સક્ષમ સ્વાસ્થ્યમાં સુધારો થશે.

પ્રધાનમંત્રી શહેરમાં એક જનસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી સોલાપુરની આ બીજી યાત્રા હશે. આ અગાઉ 16 ઓગસ્ટ, 2014નાં રોજ સોલાપુરનાં આગમન પર તેમણે 4 લેનનાં એનએચ-9નાં સોલાપુર-મહારાષ્ટ્ર/કર્ણાટક સીમા સેક્શનનો શિલાન્યાસ કર્યો હતો અને 765 કિલોવોટની સોલાપુર-રાયચુર ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન લાઇન દેશને અર્પણ કરી હતી.

 

RP



(Release ID: 1559201) Visitor Counter : 154