પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની વિશ્વ બેંકના વડા સાથે ટેલિફોન પર ચર્ચા

Posted On: 02 NOV 2018 7:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે વિશ્વ બેંકના વડા શ્રી જિમ યોંગ કિમ તરફથી ફોન આવ્યો હતો.

શ્રી કિમે વેપાર-વાણિજ્યની સરળતાના ક્રમાંકમાં ભારતનો ક્રમ ઐતિહાસિક પ્રરીતે ઉપર જવા બદલ  પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, એ વાત પ્રશંસનીય છે કે, અંદાજે 1.25 બિલિયન લોકોના રાષ્ટ્રએ માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં 65 ક્રમની હરણફાળ ભરી છે.

શ્રી કિમે ઉમેર્યું કે વ્યાપક રૂપમાં જોઈએ તો આ બાબત પ્રધાનમંત્રી મોદીની અડગ કટિબદ્ધતા અને નેતૃત્વના કારણે જ શક્ય બની શકી છે. તેમણે આ સિદ્ધિને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી હતી.

શ્રી કિમે આ પ્રસંગે તાજેતરમાં પ્રધાનમંત્રીને મળેલા યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડ અને સીઓલ શાંતિ પુરસ્કાર સહિતના પુરસ્કારોને પણ યાદ કર્યા અને તેમના માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી કિમે વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં ભારતના પ્રયાસોને વિશ્વ બેંકનો દ્રઢ અને સતત સહકાર મળતો રહેશે તેની ખાતરી આપી હતી.

પ્રધાનમંત્રીએ વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને સુધારવા માટેના ભારતના પ્રયાસોમાં સતત માર્ગદર્શન આપવા બદલ વિશ્વ બેંકના વડાનો આભાર માન્યો હતો, તેમણે ભારત માટે વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને સુધારવા માટેની ઝુંબેશમાં વિશ્વ બેંકનો દ્વારા અપાયેલા આ ક્રમાંકને ભારત માટે પ્રેરણાસ્રોત ગણાવ્યો હતો.

 

RP



(Release ID: 1551794) Visitor Counter : 130