PIB Headquarters

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, પ્રાદેશિક કચેરી, અમદાવાદ દ્વારા સતર્કતા જાગરૂકતા અઠવાડિયાની ઉજવણી

प्रविष्टि तिथि: 26 OCT 2018 3:43PM by PIB Ahmedabad

અમદાવાદ, 24-10-2018

 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, પ્રાદેશિક કચેરી, અમદાવાદ 29-10-2018 થી 03-11-2018 સુધી સતર્કતા જાગરૂકતા અઠવાડિયાની ઉજવણી કરી રહેલ છે. શ્રી અજીતકુમાર, પ્રાદેશિક ભવિષ્ય નિધિ           કમિશ્નર-1, બધા સહાયક ભવિષ્ય નિધિ કમિશ્નરો તેમજ પ્રાદેશિક કાર્યાલય અમદાવાદના તમામ કર્મચારીઓએ 29-10-2018ના રોજ સવારે 11.00 કલાકે પ્રામાણિકતા પ્રતિજ્ઞા લેશે. અઠવાડિયા દરમિયાન પ્રાદેશિક કચેરી, અમદાવાદમાં ઓનલાઈન પ્રામાણિકતાની પ્રતિજ્ઞા લેવા માટે સદસ્યો / નાગરિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સતર્કતા જાગરૂકતા અભિયાનના ભાગરૂપે વિવિધ અગ્રણી સ્થાનો પર ભ્રષ્ટાચાર સામે જાહેર જનતામાં જાગૃતિ લાવવા અને વિવિધ કર્મચારી ભવિષ્ય નિધિ યોજના પરના લાભ માટે, અગ્રણી સ્થળોએ જાગરૂકતા અભિયાન ભીતપત્રો તેમજ બેનરો લગાવવામાં આવેલ છે.

J.Khunt/GP          


(रिलीज़ आईडी: 1550876) आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English