પ્રધાનમંત્રીનું કાર્યાલય

રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

Posted On: 05 OCT 2018 4:30PM by PIB Ahmedabad

મહામહિમ

રશિયા સંઘના રાષ્ટ્રપતિ અને મારા ઘનિષ્ઠ મિત્ર વ્લાદિમિર વ્લાદિમિરોવિચ, બંને દેશોના સન્માનનીય પ્રતિનિધિ, નમસ્કાર!

દોબ્રી દીન.

ઓગણીસમાં વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિન તથા તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરીને મને ખુબ જ પ્રસન્નતા થઇ રહી છે.

અમે એક એવા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં તમારું સ્વાગત કરી રહ્યા છીએ, જેની સાથે અમારો અદ્વિતીય સંબંધ છે. આ સંબંધોની માટે તમે અમુલ્ય વ્યક્તિગત યોગદાન આપ્યું છે.

રાષ્ટ્રપતિ પુતિન દ્વારા સોચીમાં આયોજિત કરવામાં આવેલ અનૌપચારિક શિખર સંમેલનની સ્મૃતિઓ મારા મનમાં તાજી છે. તે ખાસ મુલાકાત વડે અમને બંનેને ખુલીને ઊંડી ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો.

રાષ્ટ્રપતિજી,

રશિયાની સાથે પોતાના સંબંધોને ભારત સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. ઝડપથી બદલાઈ રહેલા આ વિશ્વમાં આપણા સંબંધો હજુ વધુ પ્રાસંગિક થઇ રહ્યા છે.

ઓગણીસ શિખર સંમેલનોની નિરંતર શ્રુંખલા વડે આપણી વિશેષ અને વિશેષઅધિકૃત વ્યુહાત્મક ભાગીદારીને સતત નવી ઊર્જા અને દિશા મળી છે અને વૈશ્વિક બાબતો પર આપણા સહયોગને નવું મહત્વ અને હેતુઓ પણ મળ્યા છે.

અમારા સહયોગને તમારી યાત્રા વડે વ્યુહાત્મક દિશા મળી છે. આજે આપણે એવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જે દીર્ઘકાલિન દ્રષ્ટિએ આપણા સંબંધોને હજુ વધારે શક્તિમાન બનાવશે.

માનવ સંસાધન વિકાસથી લઈને કુદરતી અને ઊર્જા સંસાધનો સુધી, વેપારથી લઈને રોકાણ સુધી, નાભિકીય ઊર્જાના શાંતિપૂર્ણ સહયોગથી લઈને સૌર ઊર્જા સુધી, ટેકનોલોજીથી લઈને વાઘ સંરક્ષણ સુધી, આર્કટિકથી લઈને ફાર ઇસ્ટ સુધી, અને સાગરથી લઈને અંતરિક્ષ સુધી ભારત અને રશિયાના સંબંધોનો હજુ વધારે વિસ્તાર થશે. આ વિસ્તાર આપણા સહયોગને ભૂતકાળની કેટલીક ગણી ગાંઠી મર્યાદાઓની પાર લઇ જશે.

સાથે જ આપણા સંબંધોના મહત્વપૂર્ણ આધાર સ્તંભ વધુ મજબુત બનશે.

ભારતની વિકાસ યાત્રામાં રશિયા હંમેશા આપણી સાથે રહ્યું છે. આપણું અંતરિક્ષનું આગામી લક્ષ્ય ભારતના ગગનયાનમાં ભારતીય અંતરિક્ષયાત્રીને મોકલવનું છે. મને ખૂબ જ ખુશી છે કે તમે આ મિશનમાં રશિયાના સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે.

યુવાનોમાં આપણા દેશોના ભવિષ્યનો કાયાકલ્પ કરવાની ક્ષમતા છે. મને એ વાતની પણ ખુશી છે કે ભારત અને રશિયાના પ્રતિભા સંપન્ન બાળકો સંયુક્ત રૂપે પોતાના નાવીનીકૃત વિચારોનું પ્રદર્શન આજે બપોર પછી કરશે. આ વિચારો તેમણે હળીમળીને વિકસિત કર્યા છે.

અમે ભારતના ફ્લેગશીપ કાર્યક્રમોમાં અને વેપારના વ્યાપક અવસરોમાં રશિયાની ભાગીદારીનું સ્વાગત કરીએ છીએ. મને એ વાતની પણ ખુશી છે કે હમણાંથી થોડા સમય પછી અમે ભારત રશિયા બિઝનેસ સમિટમાં ભાગ લઈશું. તેમાં બંને દેશોમાંથી આશરે 200 મુખ્ય આર્થિક ઉદ્યોગપતિઓ ભાગ લઇ રહ્યા છે.

ભારત અને રશિયા પારસ્પરિક હિતના તમામ આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ઘનિષ્ઠતા સાથે સહયોગ કરતા રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિને અને મેં આ બાબત પર પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.

ભારત અને રશિયા ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં Multi-polarity (મલ્ટી પોલેરીટી) અને Multi-laterism (મલ્ટી લેટરિઝમ)ને સુદ્રઢ કરવા બાબતે સહમત થયા છીએ. આતંકવાદની વિરુદ્ધ સંઘર્ષ, અફઘાનિસ્તાન તથા ઇન્ડો પેસિફિકના ઘટનાક્રમ, જળવાયું પરિવર્તન, એસસીઓ, બ્રિકસ જેવા ક્ષેત્રીય સંગઠનો તેમજ જી20 અને આસિયાન જેવા બહુપક્ષીય સંગઠનોમાં સહયોગ કરવામાં અમારા બંને દેશોનું પારસ્પરિક હિત છે.

અમે આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં પોતાના લાભપ્રદ સહયોગ અને સમન્વયને યથાવત ચાલુ રાખવા ઉપર સહમત થયા છીએ.

હું રાષ્ટ્રપતિ પુતિન દ્વારા રશિયાના સુદૂર પૂર્વના વિકાસ માટે ઉઠાવવામાં આવેલા પગલાઓથી ઘણો પ્રભાવિત થયો છું. ભારત આ ક્ષેત્રમાં સહયોગ માટે તત્પર છે.

આજે લેવામાં આવેલા નિર્ણયોથી અમારા સહયોગમાં વધુ વૃદ્ધિ થશે અને પડકારોથી ભરેલા વિશ્વમાં શાંતિ અને સ્થિરતાની બહાલીમાં યોગદાન મળશે.

ભાઈઓ બહેનો,

ભારત અને રશિયાના સંબંધોની શક્તિનો સ્રોત સામાન્ય જનમાં એક-બીજા પ્રત્યે સદભાવ અને મૈત્રી છે. અમે આજે એવા અનેક પ્રયાસો પર વિચાર કર્યો છે જેનાથી લોકોનો લોકો સાથેનો સંબંધ વધુ મજબુત થાય અને બંને દેશોના લોકોની, ખાસ કરીને યુવાનોની એક બીજાના વિષયમાં જાણકારી અને પારસ્પરિક સમજણ વધારે વધે. તેનાથી ભારત રશિયાના સંબંધોના ભવિષ્યનો એક નવા પાયાનું નિર્માણ થશે.

મિત્રો,

હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ભારત રશિયા મૈત્રી પોતાનામાં જ અનોખી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વિશેષ સંબંધ માટે રાષ્ટ્રપતિ પુતિનની પ્રતિબદ્ધતા વડે આ સંબંધોને વધુ ઊર્જા મળશે. અને આપણી વચ્ચે પ્રગાઢ વિશ્વાસ અને મૈત્રી વધુ સુદ્રઢ થશે અને આપણી વિશેષ અને વિશેષાંધીકૃત વ્યુહાત્મક ભાગીદારીને નવી ઉંચાઈઓ પ્રાપ્ત થશે.

આભાર.

સ્પાસિબા.

 

RP
 




(Release ID: 1548809) Visitor Counter : 215


Read this release in: English , Marathi