પ્રધાનમંત્રીનું કાર્યાલય

દેશભરની ‘આશા’ પ્રતિનિધિઓ પ્રધાનમંત્રીને મળી

પોસ્ટેડ ઓન: 20 SEP 2018 12:23PM by PIB Ahmedabad

દેશભરમાંથી આવેલી લગભગ 90 આશા પ્રતિનિધિઓનાં એક જૂથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળીને તાજેતરમાં પ્રોત્સાહનો અને વીમાકવચમાં વૃદ્ધિની ઘોષણ પર પોતાની ખુશી વ્યક્ત કરી એમનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી આખા દેશમાં આશા અને આંગણવાડીનાં કાર્યકર્તાઓ સાથે પોતાનાં તાજેતરનાં સંવાદને યાદ કર્યો હતો. તેમણે એ દિવસે આશાનાં પ્રતિનિધિઓએ વ્યક્ત કરેલા અનુભવો અને વ્યક્તિગત અનુભવોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અનુભવ ચોક્કસ અગણિત લોકો માટે પ્રેરણાદાયક સાબિત થશે.

આજે આશા કાર્યકર્તાઓએ પોતાનાં અન્ય અનુભવો અને વ્યક્તિગત અનુભવોને રજૂ કરીને જણાવ્યું હતું કે, કઈ રીતે તેમણે યોગ્ય સમયે ઉચિત પગલું ઉઠાવીને ગરીબ માતાઓ અને તેમનાં બાળકોનાં અમૂલ્ય જીવનને બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.

પ્રધાનમંત્રીએ આશા કાર્યકર્તાઓનાં અદભૂત કૌશલ્ય અને સમર્પણની પ્રશંસા કરી હતી અને સાથે સાથે તેમણે યાદ કર્યું હતું કે, બિલ અને મિલિન્દા ગેટ્સે પણ કાલા અજર (નબળાઈ, એનિમિયા, તાવ તથા યકૃત અને બરોળનાં કદમાં વધારો) જેવી જીવલેણ બિમારીઓને નાબૂદ કરવાની દિશામાં આશા કાર્યકર્તાઓનાં પ્રયાસોની ઘણી પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ પોતપોતાનાં ગામડાંઓમાં લોકોનાં જીવનસ્તરને સુધારવા માટે અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરવામાં પોતાની ઊર્જા સમર્પિત કરવા તેમને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે વિસ્તારપૂર્વક એવું પણ જણાવ્યું હતું કે, કઈ રીતે તમામ સરકારી યોજનાઓ અને પહેલોનો ઉદ્દેશ ગરીબી સામે લડવા માટે ગરીબોને સશક્ત બનાવવાનો છે.

આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે પ નડ્ડા પણ ઉપસ્થિત હતાં.

 

NP/GP


(રીલીઝ આઈડી: 1546806) મુલાકાતી સંખ્યા : 186