પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 11 સપ્ટેમ્બરનાં રોજ આશા, એએનએમ અને આંગણવાડીનાં લાખો કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે

Posted On: 10 SEP 2018 7:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2018નાં રોજ સવારે 10.30 કલાકે પોષણ-માહકાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશા, એએનએમ અને આંગણવાડીનાં લાખો કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

પોષણ માહ (પોષણ માટે સમર્પિત મહિનો) સંપૂર્ણ દેશમાં સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમનો લક્ષ્યાંક દેશનાં દરેક ઘરમાં મહત્તમ પોષણનો સંદેશ આપવાનો છે.

આ પ્રયાસ પોષણ અભિયાન (રાષ્ટ્રીય પોષણ મિશન)નાં લક્ષ્યાંકોને આગળ વધારશે. કેન્દ્ર સરકારે નવેમ્બર, 2017માં આ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ છે સ્ટંટિંગ, કુપોષણ, લોહીની ઊણપ અને જન્મ સમયે બાળકોનાં ઓછા વજનનાં સ્તરમાં ઘટાડો કરવાનો છે. પોષણ અભિયાન અંતર્ગત સરકારે સ્ટંટિંગ, કુપોષણ, લોહીની ઊણપ અને જન્મ સમયે બાળકોનું વજન ઓછું કરવાનાં સ્તરમાં દર વર્ષે ક્રમશઃ 2 ટકા, 2 ટકા, 3 ટકા અને 2 ટકા ઘટાડાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

પ્રધાનમંત્રી આ અભિયાનથી સંબંધિત વિવિધ હિતધારકો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ પોષણ સાથે સંબંધિત સફળતાની વાતો વહેંચવાનો મંચ પણ સાબિત થશે.

 

RP



(Release ID: 1545602) Visitor Counter : 206