પ્રધાનમંત્રીનું કાર્યાલય

10માં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદી

Posted On: 26 JUL 2018 11:57PM by PIB Ahmedabad
  • ભારતમાં નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા સ્થિત કૃષિ સંશોધન પરિષદ વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સંશોધન અને શિક્ષણમાં સાથ-સહકાર સ્થાપિત કરવા સમજૂતી કરાર.
  • દક્ષિણ આફ્રિકા અને ભારતની સરકાર વચ્ચે દક્ષિણ આફ્રિકામાં “ગાંધી મંડેલા સેન્ટર ઑફ સ્પેશ્યલાઇઝેશન ફોર આર્ટિસન સ્કિલ્સ” (કારીગરોનાં કૌશલ્યો માટે વિશેષતા લાવવા માટે ગાંધી મંડેલા કેન્દ્ર) સ્થાપિત કરવાનાં સંબંધમાં સમજૂતી કરાર.
  • શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે અંતરિક્ષનાં સંશોધન અને ઉપયોગમાં સાથ-સહકાર સ્થાપિત કરવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય અવકાશ સંસ્થા વચ્ચે સમજૂતી કરાર.

RP



(Release ID: 1540441) Visitor Counter : 120