રેલવે મંત્રાલય

રેલવે મંત્રાલયે યાત્રિકોની ઓળખના પ્રમાણના રૂપમાં ડિજિટલ લોકર સાથે ડિજિટલ આધાર તથા ડ્રાઈવિંગ લાયસન્સને મંજૂરી આપી

Posted On: 06 JUL 2018 2:47PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 6 જુલાઈ, 2018

 

રેલવે મંત્રાલયે ડિજિટલ લૉકર સાથે માન્ય ઓળખના પ્રમાણના રૂપમાં રજૂ કરાતા આધાર અને ડ્રાઈવિંગ લાયસન્સના વિષયની સમીક્ષા કરી છે અને એ નિર્ણય લીધો છે કે ટ્રેનમાં યાત્રા કરતા સમયે યાત્રી પોતાના ડિજીટલ લોકર એકાઉન્ટ દ્વારા ‘રજૂ દસ્તાવેજ’ સેક્શનના આધાર/ડ્રાઈવિંગ લાયસન્સ બતાવે તો એની ઓળખને માન્ય પ્રમાણ માનવામાં આવશે પરંતુ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વપરાશકર્તા દ્વારા ‘અપલોડેડ ડોક્યુમેન્ટ’માં ઉપલોડ કરાયેલા દસ્તાવેજની ઓળખ માન્ય પ્રમાણ નહીં ગણવામાં આવે.

હાલમાં ભારતીય રેલવેની કોઈપણ આરક્ષિત શ્રેણીમાં યાત્રા કરવા માટે નીચે જણાવેલ ઓળખ પ્રમાણપત્ર માન્ય ગણાય છે-

  • ભારતના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ
  • પાસપોર્ટ
  • આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ પાનકાર્ડ
  • આરટીઓ દ્વારા જારી કરાયેલ લાયસન્સ
  • કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સીરીયલ નંબર સાથેનું ઓળખ કાર્ડ
  • માન્યતા પ્રાપ્ત સ્કુલ/કોલેજ દ્વારા અપાયેલ વિદ્યાર્થીઓ માટેનું ઓળખ કાર્ડ
  • રાષ્ટ્રીયકૃત બેંકની ફોટો સાથેની પાસબુક
  • બેંક દ્વારા અપાયેલ લેમિનેટેડ ફોટો સાથેનું ક્રેડિટ કાર્ડ
  • આધાર, એમ આધાર તથા ઈ-આધાર કાર્ડ
  • રાજ્ય/કેન્દ્ર સરકારના સાર્વજાનિક ક્ષેત્રની સંસ્થા, જિલ્લા વહીવટી, નગરપાલિકા તથા પંચાયત દ્વારા સીરીયલ નંબર સાથેનું ઓળખ કાર્ડ,
  • કોમ્પ્યુટર દ્વારા રીઝર્વેશન પ્રણાલી (પીઆરએસ) કેન્દ્ર દ્વારા બુક કરાયેલ આરક્ષિત ટિકીટની બાબતમાં સ્લીપર તથા દ્વિતીય આરક્ષિત સીટિંગ શ્રેણીમાં યાત્રા કરવા માટે ફોટો સાથે રેશનકાર્ડની ફોટો કોપી, ફોટો સાથેની રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુક માન્ય ગણાશે.

 

J.Khunt/GP                           



(Release ID: 1538027) Visitor Counter : 265


Read this release in: English , Marathi , Malayalam