આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

ખેડૂતોની આવકને પ્રોત્સાહન

મંત્રીમંડળે વર્ષ 2018-19ના ખરીફ પાકોને લઘુત્તમ ટેકાના ભાવ વધારાને મંજૂરી આપી

મગના ટેકાના ભાવ વધારીને ક્વિન્ટલ દીઠ રૂ. 1400 કરાયા

સૂર્યમુખીના ભાવ વધારીને ક્વિન્ટલ દીઠ રૂ. 1288 કરાયા

રાગીના ભાવ વધારીને ક્વિન્ટલ દીઠ રૂ. 997 તથા સામાન્ય

ડાંગરના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 200નો વધારો કરાયો

Posted On: 04 JUL 2018 2:19PM by PIB Ahmedabad

ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીન અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ વર્ષ 2018-19ન ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) જાહેર કર્યા છે.

આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો આ નિર્ણય ઐતિહાસિક છે, કારણ કે તેમાં કેન્દ્ર સરકારના બજેટમાં જાહેરાત કરાયા મુજબ લઘુત્તમ ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ સો ટકા જેટલા જાહેર કરાયા છે. કૃષિ ખર્ચ અને મુલ્ય કમિશન (CACP) દ્વારા મહદઅંશે તમામ ખેત પેદાશોના ભાવ જાહેર કરાયેલા સિદ્ધાંત મુજબ નક્કી કરાયા છે.

વર્ષ 2018-19ના તમામ ખરીફ પાકના જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) નીચે મુજબ છેઃ

(ક્વિન્ટલ/રૂપિયા)

પાક

જાત

2017-18 માં જાહેર કરાયેલ એમએસપી

2018-19 માટે મંજૂર કરાયેલ લઘુત્ત ટેકાના ભાવ

વધારો

ખર્ચ પર વળતર (ટકામાં)

એકંદર

ટકાવારી

ડાંગર

સામાન્ય

1550

1750

200

12.90

50.09

ગ્રેડ-A

1590

1770

180

11.32

51.80

જુવાર

હાઈબ્રીડ

1700

2430

730

42.94

50.09

માલદાંડી

1725

2450

725

42.03

51.33

બાજરો

-

1425

1950

525

36.84

96.97

રાગી

-

1900

2897

997

52.47

50.01

મકાઈ

-

1425

1700

275

19.30

50.31

તુવેર

-

5450

5675

225

4.13

65.36

મગ

-

5575

6975

1400

25.11

50.00

અડદ

-

5400

5600

200

3.70

62.89

મગફળી

-

4450

4890

440

9.89

50.00

સૂર્યમુખી

-

4100

5388

1288

31.42

50.01

સોયાબીન

-

3050

3399

349

11.44

50.01

તલ

-

5300

6249

949

17.91

50.01

નાઇજર સિડ્સ

(કળા તલ)

-

4050

5877

1827

45.11

50.01

કપાસ

મધ્યમ તારી

4020

5150

1130

28.11

50.01

ાં તારી

4320

5450

1130

26.16

58.75

* તમામ ખર્ચાઓ સહિત, જેમાં માણસોની મજૂર, બળદની મજૂરી/મશીનની મજૂરી, ભાડે લીધેલી જમીનનું ચૂકવાયેલું ભાડુ, બિયારણ, ખાતર, સિંચાઈનો ખર્ચ વગેરે સામગ્રી પેટે થયેલા ખર્ચનો સમાવેશ કરાયો છે. ખેતીનાં ઉપકરણોનો ઘસારો અને પરચૂરણ ખર્ચ તથા પરિવારના લોકોએ કરેલા શ્રમને પણ ગણતરીમાં લેવા છે.

વિગતઃ

વર્ષ 2018-19ના અંદાજપત્રમાં ખેતી અંગેની નીતિઓમાં જે ભારે પરિવર્તનનો નિર્દેશ અપાયો હતો તેમાં ખેડૂતો માટે ઊંચી આવક પ્રાપ્ત થઈ શકે તે માટે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કરાયો હતો. નાઈઝર સીડ (કાળા તલ)ના લઘુત્તમ ટેકાના ભાવ વધારીને ક્વિન્ટલ દીઠ રૂ.1827, મગના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 1400, સૂર્યમુખીના બીજના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.1288 અને કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 1130 જાહેર કરાયા છે તે અભૂતપૂર્વ છે.

ખાદ્યાન્ન અને પોષણ આપતા અનાજના લઘુત્તમ ટેકાના ભાવમાં ભારે વધારો કરાયો છે, જેમાં ડાંગર (સામાન્ય) ના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 200, જુવાર (હાઈબ્રીડ)ના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 730 અને રાગીના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 997 કરાયા છે. લઘુત્તમ ટેકાના ભાવમાં અગાઉના વર્ષની તુલનામાં સૌથી વધુ વધારો કરાયો છે તેમાં રાગી (52.47 ટકા), જુવાર -હાબ્રીડ (42.94 ટકા) નો વધારો કરાયો છે. મગ સિવાયના ટેકાના ભાવમાં જે વધારો કરાયો છે તેમાં તુવેરના ભાવ ક્વિન્ટલ દીઠ વધારીને રૂ. 225 કરાયા છે, જે ખર્ચ સામે 65.36 ટકા અને અડદમાં ક્વિન્ટલ દીઠ રૂ.200ના વધારાથી ખર્ચ કરતાં 62.89 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેથી પાકોનું આંતરિક મુલ્ય જાળવી શકાય. સમાન પ્રકારે બાજરાના લઘુત્તમ ટેકાના ભાવ વધારીને ક્વિન્ટલ દીઠ રૂ. 525 કરાયા છે, જે ખર્ચ કરતાં 96.97 ટકા વધુ વળતર આપશે. કઠોળના વાવેતરને પ્રોત્સાહન આપવાથી ભારતમાં પોષણની સુરક્ષા વધશે. નાઈટ્રોજન મળવાને કારણે જમીનની ફળદ્રુપતા વધશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.

આ રીતે કઠોળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાથી ખેડૂતોને વાવેતર વિસ્તાર વધારવા માટે નિર્દેશ મળશે. વધુમાં, વધારે લઘુત્તમ ટેકાના ભાવને કારણે તેલિબીયાંનું ઉત્પાદન વધશે અને તેની ઉત્પાદકતા વધારવાના વલણને પ્રોત્સાહન મળશે અને ભારતના આયાત બિલમાં ઘટાડો થશે. પોષણ આપતા અનાજના લઘુત્તમ ટેકાના ભાવ વધારવાથી પોષણની સુરક્ષા વધશે અને ખેડૂતોને ઉંચા ભાવ મળશે.

ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એફસીઆઈ) અને રાજ્યની અન્ય નિર્ધારીત એજન્સીઓ પોષણ યુક્ત અનાજ સહિત અનાજમાં ખેડૂતોને કિંમતમાં ટેકો પૂરો પાડશે. નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, સ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ (એસએફએસી) અને અન્ય કેન્દ્રની નિર્ધારીત એજન્સીઓ કઠોળ અને તેલિબિયાની ખરીદી શરૂ કરશે. કોટન કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (સીસીઆઈ) કપાસ માટે ટેકો આપતી મધ્યસ્થ કેન્દ્રિય એજન્સી બની રહેશે.

સરકારની ખેડૂતલક્ષી પહેલઃ

ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારા ઉપરાંત સરકારે ખેડૂતલક્ષી કેટલાંક પગલાં લીધા છે. આ પગલાં નીચે મુજબ છેઃ

  • ખરીફ પાકના તમામ વીમામાં પ્રમિયમના દર ઘણાં નીચે એટલે કે 2 ટકા રાખવામાં આવ્યા છે. અન્ય રવિ પાક માટે દોઢ ટકા તથા રોકડિયા અને બાગાયતી પાક માટે 5 ટકાનો દર રાખવામાં આવ્યો છે. ફોન અને રિમોટ સેન્સીંગ જેવી સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો આગોતરો અંદાજ બાંધી સ્માર્ટ ટેકનોલોજીનો લાભ ઉઠાવી શકશે. સરકારે મોબાઈલ એપ "ક્રોપ ઈન્સ્યોરન્સ" નો પ્રારંભ કર્યો છે, જે દ્વારા ખેડૂતોને તેમના વિસ્તારમાં ઉપલબ્ધ વીમા કવચ અંગે માહિતી પ્રાપ્ત થશે અને સૂચિત પાક માટે ઈન્સ્યોરન્સના પ્રમિયમની ગણતરી કરી શકશે.
  • સરકારે દેશભરમાં 'નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ' (NAM) હેઠળ દેશ વ્યાપી ઈલેક્ટ્રોનિક ટ્રેડીંગ પ્લેટફૉર્મનો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ કોમન ઈ-માર્કેટ પ્લેટફૉર્મ દ્વારા 585 નિયંત્રિત બજારોનું નિયંત્રણ કરીને ખેડૂતોને બહેતર અને પોષણ લાયક બહેતર ભાવ મળી રહે તેની ખાતરી રખાશે. દરેક રાજ્યને મહત્વના ત્રણ સુધારાઓ હાથ ધરવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવ્યું છે, જેમાં ઈલેક્ટ્રોનિક ટ્રેડીંગને છૂટ આપવાની, સમગ્ર રાજ્યમાં એક જ લાયસન્સને માન્ય ગણવાની તથા સિંગલ એન્ટ્રી પોઈન્ટ માર્કેટ ફી રાખવાનો સમાવેશ થાય છે. આનાથી ખેડૂતોને તેમના પાકના બહેતર ભાવ મેળવવામાં સહાય થશે. તા. 23 માર્ચ, 2018ના રોજ 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 528 બજારોને ઈ-નામ પ્લેટફૉર્મ હેઠળ લાવવામાં આવ્યા છે.
  • સરકારે નવો મોડલ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ અને લાઈવસ્ટોક માર્કેટીંગ (પ્રોત્સાહન અને સુગમતા) એક્ટ 2017 ઘડી કાઢ્યો છે, જેનાથી ખેડૂતો વર્તમાન ખેત બજાર સમિતિઓના નિયંત્રિત બજારની બહાર પણ વેચાણ કરી શકશે.
  • દેશભરમાં ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. આ હેલ્થ કાર્ડ દર બે વર્ષે રિન્યુ કરવામાં આવશે. આ કાર્ડમાં જમીનની ફળદ્રુપતાની સ્થિતિ અંગે અને જમીનની ચકાસણી કરીને ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તા. 25 જૂન, 2018ની સ્થિતિએ 15.14 કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
  • પરંપરાગત કૃષિ વિકાસ યોજના (પીકેવીવાય) હેઠળ સરકાર ઓર્ગેનિક ખેતી અને તેની વિકાસ ક્ષમતાને પ્રોત્સાહન આપીને ઓર્ગેનિક પેદાશોનું બજાર ઉભુ કરી રહી છે.
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'દરેક ખેતરને પાણી' આપવાના વિઝનની સાથે હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ પાણીના વપરાશની કાર્યક્ષમતા વધારવા 'પર ડ્રોપ મોર ક્રોપ'ની યોજના એક છેડેથી બીજા છેડા સુધી ઉપાયો અને સ્રોતોનું નિર્માણ, વિતરણ વ્યવસ્થા, ખેતીમાં ઉપયોગિતા અને વિતરણની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
  • સરકાર ચોખા, ઘઉં, જાડા ધાન્યો, કઠોળ વગેરેમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન હેઠળ કામ કરી રહી છે.
  • એક સમર્પિત ઓનલાઈન ઈ-કૃષિસંવાદ વ્યવસ્થા દ્વારા ખેડૂતો જે સમસ્યાઓનો સામનો કરે છે તેના સીધા અને અસરકારક ઉપાયો શોધવા પર ભાર મૂકાયો છે.
  • સરકાર ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સ્થાપવાની બાબતને પ્રોત્સાહિત કરી રહી છે. વર્ષ 2018-19ના અંદાજ પત્રમાં ખેડૂત ઉત્પાદકોની સંસ્થાઓ (એફપીક્યુએસ) ને કરવેરામાં લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ કરાયું છે અને તે દ્વારા ખેડૂતોને ખેતી માટે જરૂરી સામગ્રી, કૃષિ સેવાઓ, પ્રસંસ્કરણ અને વેચાણની કામગીરીમાં સહાય થશે.
  • સરકારે કઠોળનો બફર સ્ટોક ઉભો કરવાનો નિર્ણય કર્યો છે અને સ્થાનિક સ્તરે પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોના હિત સંરક્ષણનો છે. વર્ષ 2018-19ના અંદાજપત્રમાં લઘુત્તમ ટેકાના ભાવ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પગલું પૂરતુ ન હોય તેમ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાતનો ખેડૂતોને પૂરો લાભ મળે તે વધુ મહત્વનું બની રહેશે. આ માટે ખેત બજાર સમિતિઓના ભાવ સરકારે જાહેર કરેલા લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઓછા હોવા જોઈએ. આ માટે સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ અથવા સરકાર કોઈ અન્ય વ્યવસ્થા માટે લઘુત્તમ ટેકાના ભાવ પૂરા પાડે તેવી ગોઠવણ કરાશે. આ માટે નીતિ આયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને ફૂલ-પ્રુફ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયાસ કરી રહ્યું છે, જેથી ખેડૂતોને તેમની ખેત પેદાશોના પૂરતા ભાવ મળી રહે.
  • મહિલા ખેડૂતો માટેની એક પુસ્તિકા 'ફાર્મ વિમેન ફ્રેન્ડલી હેન્ડ બુક' બહાર પાડવામાં આવશે, જેમાં વિવિધ કાર્યરત અભિયાનો/કૃષિ વિભાગ/સહકાર વિભાગ/ખેડૂત કલ્યાણની વિવિધ યોજનાઓ અંગેની માહિતી બહાર પાડવામાં આવશે.
  • ઉપરોક્ત પગલાં લઈને સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

 

RP



(Release ID: 1537759) Visitor Counter : 162