સંરક્ષણ મંત્રાલય

આઈઆઈટી (ગાંધીનગર) સાથે થયેલ સમજુતી કરારોનું સંક્ષિપ્ત વર્ણન

प्रविष्टि तिथि: 08 MAY 2018 3:33PM by PIB Ahmedabad

અમદાવાદ, 08-05-2018

 

સદા વિસ્તરતા રહેતા ટેકનોલોજીને લગતા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને વરેલ ભારતીય નૌકાદળે 7 મે 2018ના રોજ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર સાથે એક સમજુતી કરારો અંગે સંમતિ સાધી છે.  આ સમજુતી કરારો ભારતીય નૌકાદળના કર્મચારીઓને ખ્યાતનામ સંસ્થામાં વિવિધ પીએચડી અને એમ ટેકના અભ્યાસક્રમોમાં ભાગ લેવાની અને સાથે જ શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ, સંશોધન અને વિકાસમાં પારસ્પરિક હિતના ક્ષેત્રો તેમજ સંયુક્ત સંશોધન અને ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડશે. બંને સંસ્થાઓ વચ્ચે નક્કી કરવામાં આવેલ સામાન્ય અભ્યાસના ક્ષેત્રોમાં મીકેનીકલ એન્જીનીયરીંગ, ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી, એવિએશન એન્જીનીયરીંગ અને સિવિલ એન્જીનીયરીંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સમજુતી કરારો અંતર્ગત આઇઆઇટી (ગાંધીનગર)ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ભારતીય નૌકાદળની કચેરીઓની મુલાકાતનો પણ સમાવેશ થાય છે જેથી કરીને તેઓ સશસ્ત્ર દળો અંગે વધુ જાગૃતિ કેળવી શકે તેમજ સંયુક્ત પ્રોજેક્ટ્સની શરૂઆત કરી તેને હાથ ધરી શકે. એવી આશા રાખવામાં આવે છે કે બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓની વહેંચણીની જોગવાઈથી પારસ્પરિક સહયોગમાં એકસુત્રતા લાવવાના પ્રયાસોમાં મદદ મળશે. આ સમજુતી કરાર ઉપર કમાન્ડર ઇન્દ્રજીત દાસગુપ્તા, કમાન્ડીંગ ઓફિસર, આઈએનએસ વાલસુરા અને પ્રોફેસર સુધીર કે. જૈન, ડાયરેક્ટર, આઈઆઈટી (ગાંધીનગર) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


(रिलीज़ आईडी: 1531596) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English