સંરક્ષણ મંત્રાલય

ડાકોટા ડીસી – 3: ભારત પરત

Posted On: 23 APR 2018 8:56PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 24-04-2018

 

1940ના વિન્ટેજનું ડાકોટા ડીસી – 3 એરક્રાફ્ટ ટૂંક સમયમાં ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે. ડાકોટા ડીસી-3ના વિશાળ કાફલાએ ભારતીય હવાઈ દળમાં 1988 સુધી સેવાઓ આપી હતી. આ એરક્રાફ્ટ તે સમયનું સૌથી વધુ પ્રતિભાશાળી હવાઈ જહાજ હતું. સૌપ્રથમ ડાકોટા વિમાન કે જેણે કાશ્મીર સાથેના સંઘર્ષ દરમિયાન 27 ઓકટોબર 1947ના રોજ સૌપ્રથમ શીખ રેજીમેન્ટને સ્થળાંતર કરાવ્યું હતું, તેનું સન્માન કરવા માટે ભારતીય હવાઈ દળે આ એરક્રાફ્ટને નોંધણી નંબર આપ્યો છે. 1944માં નિર્માણ પામેલ આ એરક્રાફટે રોયલ એર ફોર્સ સાથે સૈન્યમાં સેવા બજાવી હતી અને તે અન્ય નાગરિક ઉડ્ડયનો દ્વારા પણ સંચાલિત કરવામાં આવ્યું હતું.

 

આ ખાસ વિમાનને 2011માં ભંગારમાંથી બચાવવામાં આવ્યું હતું અને આદરણીય સંસદ સભ્ય (રાજ્યસભા) શ્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા તેને ભારતીય હવાઈ દળને ભેટ આપવા માટે યુકેમાં તેને ફરી ઉડવા માટે સક્ષમ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય હવાઈ દળે એમ/એસ રીફ્લાઈટ એરવર્કસ લીમીટેડ લંડન સાથે તેની નેવિગેશન સીસ્ટમને સુધારવા માટેનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. 13 ફેબ્રુઆરી 2018ના રોજ હવાઈ સ્ટાફના ચીફ દ્વારા આ એરક્રાફ્ટને વિધિવત રીતે શ્રીમાન રાજીવ ચંદ્રશેખર તરફથી એક ભેટ તરીકે સ્વીકારવામાં આવ્યું. જેમના પિતા નિવૃત્ત એર કમાન્ડર એમકે ચંદ્રશેખર હવાઈ દળમાં વરિષ્ઠ ડાકોટા પાયલોટ હતા.

 

વિમાનના પુનઃનિર્માણ બાદ તમામ ટેસ્ટ ફ્લાઈટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એરક્રાફટે પોતાની યાત્રા 17 એપ્રિલ 2018થી યુકેથી ફરી શરુ કરી. તેને ભારતીય હવાઈ દળ અને એમ/એસ રીફ્લાઈટ એરવર્કસ લીમીટેડની સંયુક્ત ટુકડી દ્વારા ભારત લાવવામાં આવી રહ્યું છે. ભારત તરફની તેની યાત્રા ફ્રાંસ, ઇટલી, ગ્રીસ, જોર્ડન, સાઉદી અરેબિયા, બેહરીન અને ઓમાનમાં રોકાણ કરીને  25 એપ્રિલ 2018ના રોજ જામનગર ખાતે પૂરી થશે.

 

જુના યુદ્ધના ઘોડાનું તેના નવા આવાસમાં સ્વાગત કરવા માટે ડાકોટા વીપી-905નો ભરતી સમારોહ 4 મે 2018ના રોજ એર ફોર્સ સ્ટેશન હિન્ડાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં ઓઈએમ તરફથી તેમના પ્રતિનિધિઓ, યુકેના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અને ભારતીય હવાઈ દળના ગૌરવશાળી વરિષ્ઠો કે જેમણે આ ભવ્ય ઉડતા મશીનનું સંચાલન કરેલું છે તેમને આમંત્રિત કરવામાં આવશે. આ પેઢીના એક એરક્રાફ્ટને પુનઃનિર્માણ કરાવીને તેને સમગ્ર વિશ્વમાં ફેરવી ભારત લાવવામાં આવી રહ્યું છે તે ભારતીય હવાઈ દળના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે. આ એરક્રાફ્ટ આપણી વિન્ટેજ ફ્લાઈટમાં જોડાશે કે જે 1988માં પાલમમાં શરુ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં વિન્ટેજ ફ્લાઈટમાં રહેલા હેરીટેજ એરક્રાફ્ટમાં હોવર્ડ અને ટાઈગર મોથનો સમાવેશ થાય છે અને આ સાથે જ તેમાં વિશાળ શ્રેણીના અન્ય સૈન્યના એરક્રાફ્ટને પણ સામેલ કરવાની યોજના છે કે જેઓ આપણા ભવ્ય ભૂતકાળનો એક હિસ્સો છે.

NP/J.Khunt/GP                                     ક્રમાંક 154


(Release ID: 1530042)
Read this release in: English , Urdu , Tamil