મંત્રીમંડળ

પેટ્રોલીયમ અને કુદરતી ગેસ ક્ષેત્રમાં વેપારવાણિજ્યમાં સરળતાને પ્રોત્સાહન મળ્યું

મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બોલી (આઈસીબી) પછી એચઈએલપી/ઓએએલપી અંતર્ગત સફળ બિડર્સને બ્લોક/કોન્ટ્રાક્ટ ક્ષેત્રો ફાળવવાની મંજુરી આપવાની સત્તા પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી તથા નાણાં મંત્રીને આપવાની મંજુરી આપી

Posted On: 11 APR 2018 2:01PM by PIB Ahmedabad

સરકારની વેપારવાણિજ્ય સરળ કરવાની પહેલને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી તથા નાણાં મંત્રીને સચિવોની અધિકારપ્રાપ્ત સમિતિની ભલામણોના આધાર પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બોલી (આઈસીબી) પછી હાઇડ્રોકાર્બન સંશોધન અને લાઇસન્સિંગ નીતિ (એચઈએલપી) અંતર્ગત સફળ બિડર્સને બ્લોક/બિડનાં ક્ષેત્રોની મંજૂરી આપવા માટે અધિકાર પ્રદાન કરવાની છૂટ આપી દીધી છે. એચઈએલપી અંતર્ગત બ્લોક એક વર્ષમાં બે વાર આપવામાં આવશે. એટલે અધિકાર સુપરત કરવાથી બ્લોક આપવા વિશે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઝડપ આવશે અને વેપારવાણિજ્ય સરળ કરવાની પહેલને પ્રોત્સાહન મળશે.

 

અસર :

એનઈએલપી નીતિ અંતર્ગત સચિવોની અધિકાર પ્રાપ્ત સમિતિ બોલી મૂલ્યાંકન માપદંડ (બીઈસી) પર વિચાર કરે છે, જ્યાં જરૂર હોય ત્યાં બિડર્સની સાથે સમજૂતી માટે ચર્ચાવિચારણા કરે છે અને બ્લોક આપવા વિશે સીસીઈએને ભલામણ કરે છે. સીસીઈએ બ્લોક આપવાની મંજૂરી આપે છે. મંત્રાલયમાં ચર્ચાવિચારણા સહિત સમગ્ર પ્રક્રિયા ઘણી લાંબી છે અને તેમાં ઘણો સમય લાગે છે. સરકારની વેપારવાણિજ્ય સરળ કરવાની પહેલને અનુરૂપ સામંજસ્ય સ્થાપિત કરવા માટે એ જરૂરી છે કે બ્લોક/બિડનાં ક્ષેત્ર આપવાનાં સમયે સમયગાળામાં ઘટાડો આવશે. નવી હાઈડ્રોકાર્બન સંશોધન અને લાઇસન્સિંગ નીતિ અંતર્ગત સ્પર્ધાત્મક બોલી ચાલુ રહેશે અને દરેક વર્ષમાં બે વખત બ્લોક આપવામાં આવશે.

 

પૃષ્ઠભૂમિ

સરકારે વર્ષ 2016માં હાઇડ્રોકાર્બન સંશોધન અને લાઇસન્સિંગ નીતિ (એચઈએલપી)નાં નામથી સંશોધન અને ઉત્પાદન (ઈ એન્ડ પી) માટે એક નવી નીતિગત વ્યવસ્થા શરૂ કરી, જે ભૂતપૂર્વ નીતિગત વ્યવસ્થાથી હટીને આદર્શ વ્યવસ્થા છે. નવી વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓમાં મહેસૂલી સંયુક્ત કરવાની સમજૂતી, સંશોધન માટે સિંગલ લાઇસન્સ, પરંપરાગત અને બિનપરંપરાગત હાઇડ્રોકાર્બન સંસાધનોનું ઉત્પાદન, માર્કેટિંગ અને મૂલ્ય નિર્ધારિત કરવાની સ્વતંત્રતા સામેલ છે. એચઈએલપી અંતર્ગત ખુલ્લા ક્ષેત્રફળ લાઇન્સન્સિંગ નીતિ (ઓએએલપી) મુખ્ય નવી વ્યવસ્થા છે, જેમાં રોકાણકાર પોતાના રસનાં બ્લોકનો બનાવી શકે છે અને સમગ્ર વર્ષ દરમિયાન પોતાનો રસ(EoI) પ્રકટ કરી શકે છે. જે ક્ષેત્રો માટે રસ પ્રકટ કરવામાં આવ્યો હોય, તેના માટે દર છ મહિને બોલી લગાવવામાં આવશે.

 

સરકારને પ્રથમ ઓએએલપી સાયકલમાં રસ પ્રકટ કરવાની પ્રક્રિયા (EoI)માં જબરદસ્ત પ્રતિભાવ પ્રાપ્ત થયો છે, જે 01 જુલાઈ, 2017નાં રોજ શરૂ થઈને 15 નવેમ્બર, 2017નો રોજ પૂર્ણ થઈ હતી. બોલીનાં પ્રથમ રાઉન્ડમાં 11 રાજ્યોમાં પ્રસરેલા 59282 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા 55 ખંડો માટે બોલી લગાવવામાં આવી હતી. બિડની પ્રક્રિયા એક સુરક્ષિત અને સમર્પિત ઈ-બિડ પોર્ટલ મારફતે હાથ ધરવામાં આવે છે.

 

J.Khunt/GP/RP



(Release ID: 1528635) Visitor Counter : 127