નાણા મંત્રાલય
રેલગાડીઓની સાથે-સાથે સ્ટેશનો પર પણ ઉપલબ્ધ સમગ્ર રેલવે ખાણીપીણી સેવાઓ પર 5 ટકા જીએસટીનો સમાન દર લાગુ થશે
प्रविष्टि तिथि:
06 APR 2018 4:16PM by PIB Ahmedabad
રેલગાડીઓની સાથે-સાથે પ્લેટફોર્મ અથવા સ્ટેશનો પર પણ ઉપલબ્ધ ખાદ્ય તેમજ પેય પદાર્થો પૂરા પાડનારા પર જીએસટી (વસ્તુ તેમજ સેવાકર)ના દરમાં એકરૂપતા લાવવા અને તેની બાબતમાં કોઈપણ શંકા અથવા અનિશ્ચિતતા સમાપ્ત કરવાના ઉદ્દેશથી એ સ્પષ્ટ કરી દેવાયું છે કે સક્ષમ પ્રાધિકરણની મંજૂરી સાથે ભારતીય રેલવે અથવા ભારતીય રેલવે ખાણીપીણી તેમજ પર્યટન નિગમ લિમિટેડ (આઈઆરસીટીસી) અથવા તેમના લાયસન્સધારકો દ્વારા અથવા તો રેલગાડીઓમાં અથવા પ્લેટફોર્મ પર પૂરા પડાતા ખાદ્ય તેમજ પેય પદાર્થો પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગર જીએસટી દર 5 ટકા રહેશે. રેલવે બોર્ડે જારી કરેલા આ પત્રની નકલ (તારીખ 31-03-2018) www.cbec.gov.in પર પણ ઉપલબ્ધ છે.
J.Khunt/GP
(रिलीज़ आईडी: 1528100)
आगंतुक पटल : 177