શ્રમ અને રોજગાર મંત્રાલય

ઈપીએફઓ વેબસાઈટ પર પેન્શનર પોર્ટલનો શુભારંભ

Posted On: 28 MAR 2018 11:30AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 28-03-2018

 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પેન્શનર પોર્ટલ https://epfindia.gov.in/Pension PaymentEnquiry નો શુભારંભ કર્યો છે. ઈપીએફઓની વેબસાઈટ પર ઉપલબ્ધ આ પોર્ટલ દ્વારા પેન્શનર પોતાના પેન્શન સંબંધી દરેક માહિતી જેવી કે, પેન્શન ચૂકવણી ઓર્ડર સંખ્યા, પેન્શન ચૂકવણી ઓર્ડર વિવરણ, પેન્શન પાસબુક માહિતી, પેન્શન જમા થયાની તારીખ, પેન્શન જીવન પ્રમાણપત્ર વગેરેની માહિતી પ્રાપ્ત કરી શકે છે.

પેન્શનરનું જીવન પ્રમાણપત્ર જમા ન થવા અથવા અસ્વીકાર થવાને કારણે જીવન પ્રમાણપત્રની સ્થિતી સંબંધીત માહિતી મેળવવામાં સહાય મળશે. આમાં પેન્શન રોકાઈ જવાની માહિતી અને કારણની જાણકારી પણ મળી શકશે.

ટ્રેક – ઈ-કેવાયસી

સભ્યોની સુવિધા માટે ‘ટ્રેક ઈ-કેવાયસી’ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં આધારની યૂએએન નંબર સાથે જોડાણની સ્થિતી અને ખાસ કરીને વિવરણ ન મળવાની સ્થિતીમાં જાણકારી મળશે.

આ સુવિધા ઈપીએફઓની વેબસાઈટ પર www.epfindia.gov.in>>Online Services>>e-KYC Portal>>Track eKYC  લિંક પર જઈને મળવી શકાય છે.

આ સુવિધા દ્વારા ઈપીએફઓના સભ્યો પોતાના યૂએએન નંબરને આધાર સાથે જોડીને વિવરણ ઓનલાઈન તપાસી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે સભ્યોએ યૂએએન નંબર આપવો પડશે. ત્યારબાદ સભ્યએ ટ્રેક ઈ-કેવાયસી’ પર ક્લિક કરવાનું રહેશે તો સભ્યને યૂએએન નંબર સાથે સંબંધિત વાસ્તવિક વિવરણ પ્રાપ્ત થઇ શકશે.

 

NP/J.Khunt/GP                                



(Release ID: 1526757) Visitor Counter : 283


Read this release in: English , Hindi , Tamil