સંસ્કૃતિ મંત્રાલય

ગુજરાતનાં માધવપુર મેળાની પૂર્વોત્તર સાથેનાં સૌપ્રથમ સાંસ્કૃતિક સમન્વય રૂપે એક ભારત, શ્રેષ્ઠ ભારત હેઠળ ચાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે : ડૉ. મહેશ શર્મા

प्रविष्टि तिथि: 24 MAR 2018 3:15PM by PIB Ahmedabad

એક અનોખી પહેલમાં ગુજરાતના માધવપુરના મેળાની સાથે હવે પૂર્વોત્તરને સાંકળીને ભારતનાં સૌ પ્રથમ સાંસ્કૃતિક સમન્વયનો પ્રારંભ થશે. એમ કહેવાય છે કે તેનાથી પેઢીઓનું મિલન થશે. નવી દિલ્હીમાં આજે આ અંગે પત્રકારોને માહિતી આપતાં રાજ્યકક્ષાનાં સાસંકૃતિક મંત્રી ડૉ. મહેશ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં પોરબંદર જિલ્લાનાં માધવપુર ઘેડ ખાતે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 25થી 28મી માર્ચ 2018 દરમિયાન માધવપુર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડૉ. મહેશ શર્માએ જણાવ્યું હતું કે આ સમન્વયનો હેતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં દ્રષ્ટિકોણ મુજબ દેશના વિવિધ ક્ષેત્રોને અને ખાસ કરીને પૂર્વોત્તરને અન્ય ક્ષેત્રો સાથે સાંસ્કૃતિક રીતે સાંકળવાનો છે.

ગુજરાતના માધવપુર ઘેડ અરૂણાચલ પ્રદેશનાં મિશામી જાતિ સાથે જોડાણ ધરાવે છે. મિશામી જાતીનાં લોકો રાજા ભિષ્મક, તેમની પુત્રી રૂકમણી અને ભગવાન કૃષ્ણના વંશજો મનાય છે. ભગવાન કૃષ્ણ સાથે રૂકમણી અરૂણાચલ પ્રદેશથી ગુજરાત આવ્યા હતા તે યાદગાર યાત્રાની આ મેળામાં પહેલી વાર ઉજવણી કરાશે તેમ ડૉ. મહેશ શર્માએ જણાવ્યું હતું. કલિકા પુરાણમાં પણ દિબાંગ જિલ્લાના રોવિંગ નજીકના ભિષ્મકનગરનો ઉલ્લેખ થયેલો છે.

આ મેળા દરમિયાન 27મી માર્ચે ઉપસ્થિત રહેનારા કેટલાક મહાનુભાવોમાં સાંસ્કૃતિક રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા, ગૃહ રાજ્યમંત્રી શ્રી કિરણ રિજીજુ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, અરૂણાચલ પ્રદેશનાં રાજ્યપાલ બ્રિગેડિયર (ડૉ) બી. ડી. મિશ્રા (નિવૃત્ત), અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડ અને મણિપુરનાં મુખ્યમંત્રી શ્રી બિરેન સિંહ ઉપરાંત ગુજરાત સરકારનાં સાંસ્કૃતિક મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

ચાર દિવસ ચાલનારા આ ઉત્સવમાં અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને પૂર્વોત્તર રાજ્યોનાં કલા, સંગીત, નૃત્ય, નાટ્ય, કાવ્ય, વાર્તા અને લોક સાહિત્યનું પ્રદર્શન યોજાશે અને તેનો હેતુ આ બે પ્રાંતોની ભવ્ય સંસ્કૃતિનો સમન્વ કરવાનો છે.

એક નાનકડા પરંતુ સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ ગામ એવા માધવપુર ઘેડમાં માન્યતા પ્રમાણે ભગવાન કૃષ્ણએ રાજા ભિષ્મકની પુત્રી રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. પોરબંદર નજીકના દરિયા કાંઠે માધવપુર ગામ આવેલું છે. આ સ્થળે 15મી સદીનું માધવરાયનું મંદીર છે. દર વર્ષે રામ નવમીથી શરૂ થતાં સાંસ્કૃતિક મેળાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાનારો છે. સામાન્ય રીતે આ તહેવાર પાંચ દિવસ ચાલતો હોય છે. આ વર્ષે સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સરકાર સંયુક્તપણે આ તહેવારની ઉજવણીનું આયોજન કરી રહ્યાં છે.

માધવપુરના મેળામાં પહેલી વાર પૂર્વોત્તર અને ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને મણીપુરની સંસ્કૃતિનું પ્રદર્શન જોવા મળશે. આસામથી આવેલું ગ્રુપ ત્યાંનું સુપ્રસિદ્ધ લોકનાટ્ય રૂકમણી હરણ ભજવશે. મણિપુરનું સંગીત ટુકડી ખુલોંગ ઇશેઈ અને નટ જાતિમાં પ્રખ્યાત રૂકમણીનાં ગીતોનું ગાન કરશે. અરૂણાચલ પ્રદેશ અને મણિપુરના દિગ્ગજ કલાકારો રૂકમણી-કૃષ્ણનાં નાટકો અને અરૂણાચલ પ્રદેશની ઇદુ મિશામી જાતિના નૃત્યો રજૂ કરશે.

આ કાર્યક્રમનાં ભાગરૂપે ગુજરાતની કલા અને કારીગરી તથા અરૂણાચલ પ્રદેશ અને મણિપુર અને પૂર્વોત્તરના રાજ્યોના હેન્ડલૂમ અને હસ્તકલા કારીગરીની ચીજોનું વેચાણ તથા પ્રદર્શન પણ યોજાશે. કૃષ્ણ અને રૂકમણીના વિઝ્યુઅલ આર્ટનું પ્રદર્શન પણ સાંસ્કૃતિક મંત્રાલયના વિવિધ વિભાગો સાથે મળીને કરવામાં આવશે, જેમાં ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલયનો સમાવેશ થાય છે જે આ હેતુ માટે કૃષ્ણ અને રૂકમણીના કલાત્મક ઇતિહાસની રજૂઆત કરશે.

ચાર દિવસીનાં માધવપુર મેળાનો કાર્યક્રમ નીચે મુજબ છેઃ

25 માર્ચ

26 માર્ચ

27 માર્ચ

28 માર્ચ

 

કરતાલ અને પંગ (મૃદંગ)નો ઉપયોગ કરી રૂક્મણી - કૃષ્ણ આધારીત મણિપુરી નૃત્ય અને નાટક.

 

 


ડૉ. સોનલ માનસિંઘ દ્વારા કૃષ્ણ અને રૂક્મણી આધારીત નૃત્ય નાટિકા

 

 

 


ઈન્દુ મિશ્મી ધાર્મિક નૃત્ય

 

કૃષ્ણ-રૂક્મણીના લગ્ન પ્રસંગે પૂર્વોત્તરનું સંગીત અને નૃત્ય (આમાં પારંપરિક ઈન્દુ મિશ્મી ધાર્મિક નૃત્ય પણ સામેલ છે (20 મિનિટ).

 

 

 

ડૉ. સોનલ માનસિંઘ દ્વારા કૃષ્ણ અને રૂક્મણી પર આધારીત નાટ્ય કથા

 

 

 

અરૂણાચલ પ્રદેશના નિયોગા લોકગીતો

 

ગુજરાતનું કૃષ્ણ રૂક્મણી નૃત્ય નાટક

 

પૂર્વોત્તરનું અંકિય-નાટ તરિકે જાણીતું લોક નાટ્ય રૂક્મણી હરણ

 

 

એક્રોબેટિક્સ સાથે મણિપુરનું પંગ ચોલમ નૃત્ય

 

 

મણિપુરી રાસ અને સંકિર્તનાનંદ

 

મધવરાયજી મંદિર ખાતે બપોરે 3.00 કલાકે શોભાયાત્રા

રૂક્મણી મંદિર ખાતે રાત્રે 7.30 કલાકે લગ્નનો રથ ઢોલ, મંજીરા, નગાડા અને ખંજરી તથા વાંસળી, શરણાઈ, પૂંગી અને તારપીના તાલ સાથે ફેરવવામાં આવશે.

ઢોલીના તાલે ભાંડ અને કલાકારો ગીતો ગાઈ અને નૃત્ય કરીને લગ્ન જેવો માહોલ ઊભો કરાશે.

ત્યારબાદ પૂજારીઓ દ્વારા દિબાંગ ખીણનો ઈન્દુ મિશ્મી ધાર્મિક નૃત્ય ભજવાશે.

 

દાંડિયા રાસ, ગરબા અને ગુજરાતના અન્ય લોકનૃત્યો

 

મણિપુરનું લાઈ હારોબા નૃત્ય

 

કલાશ્રી દ્વારા કૃષ્ણ-રૂપેણ નાટિકા

 

વહુને જ્યારે તેના સાસરે મોકલવામાં આવશે ત્યારે અરૂણાચલના નિયોગા ગીતો ગવાશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

NP/J.Khunt/GP/RP


(रिलीज़ आईडी: 1526324) आगंतुक पटल : 784
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English