પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 માર્ચ, 2018ના રોજ ‘કૃષિ ઉન્નતિ મેળા’માં ખેડૂતોને સંબોધિન કરશે

પ્રધાનમંત્રી જૈવિક ખેતી પોર્ટલનું ઉદઘાટન કરશે અને 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો શિલાન્યાસ કરશે સાથે તેઓ કૃષિ કર્મણ પુરસ્કાર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય કૃષિ વિજ્ઞાન પ્રોત્સાહન પુરસ્કાર પણ એનાયત કરશે

Posted On: 16 MAR 2018 10:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 માર્ચ, 2018ના રોજ નવી દિલ્હીનાં પુસા કેમ્પસમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, આઈએઆરઆઈ ખાતે વાર્ષિક ‘કૃષિ ઉન્નતિ મેળા’ને સંબોધશે. તેઓ ખેડૂતોને સંબોધિન કરશે આ સાથે તેઓ જૈવીક ખેતી પરના એક પોર્ટલનું અનાવરણ કરશે અને 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી “કૃષિ કર્મણ” અને “પંડિત દીન દયાળ ઉપાધ્યાય કૃષિ વિજ્ઞાન પ્રોત્સાહન પુરસ્કાર” પણ એનાયત કરશે.

આ મેળાનો વિષય 2020 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ‘કૃષિ ઉન્નતિ મેળા’નો ઉદ્દેશ કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં વર્તમાન ટેકનોલોજીનાં વિકાસ વિશે જાગૃત લાવવાનો છે.

આ મેળામાં ખેડૂતોની આવકને બમણી કરવાના, સુક્ષ્મ સિંચાઈ, ગંદા પાણીનો ઉપયોગ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ જેવા વિવિધ વિષયો પર જીવંત પ્રદર્શનનું આયોજન કરાશે. મેળામાં બીજ, ખાતર અને જંતુનાશક દવાઓનાં સ્ટોલ પણ ગોઠવવામાં આવશે.

NP/GP/RP



(Release ID: 1524756) Visitor Counter : 156