મંત્રીમંડળ

નાર્કોટિક્સ ડ્રગ્સ, માનસિક રોગ માટેની દવાઓ અને રાસાયણિક પદાર્થોના ગેરકાયદે સેવન અને તેની ગેરકાયદે હેરાફેરીને લગતા ગુના અટકાવવા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી સમજૂતિને કેબિનેટે મંજૂરી આપી

Posted On: 07 MAR 2018 7:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેબિનેટે નાર્કોટિક્સ ડ્રગ્સ, માનસિક રોગ માટેની દવાઓ અને રાસાયણિક પદાર્થોના ગેરકાયદે સેવન અને તેની ગેરકાયદે હેરાફેરીને લગતા ગુના અટકાવવા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી સમજૂતિને મંજૂરી આપી દીધી હતી.

 

આ સમજૂતિનો આશય બંને દેશ વચ્ચે નાર્કોટિક્સ ડ્રગ્સ, માનસિક રોગ માટેની દવાઓ અને રાસાયણિક પદાર્થોના ગેરકાયદે સેવન અને તેની ગેરકાયદે હેરાફેરીને અંકુશમાં લાવવાનો તથા તે માટેના પરસ્પર સહકારને ઉત્તેજન આપવાનો છે. આ ગુનાખોરીના મામલે બંને દેશ માહિતીની આપ-લે કરશે અને તેમના નિષ્ણાતો થકી આ દૂષણને અટકાવવા માટે ક્ષમતાનો વિકાસ કરશે. આ સમજૂતિ હેઠળ બંને દેશ વચ્ચે અસરકારક સંસ્થાકીય આપ-લે સ્થપાશે અને નાર્કોટિક્સની હેરાફેરી તથા ત્રાસવાદને મળતી આર્થિક મદદ જેવા મામલે પણ પરસ્પર સહકાર સાધવામાં આવશે.

 

J.Khunt/GP



(Release ID: 1523163) Visitor Counter : 111


Read this release in: English , Assamese , Tamil , Telugu