પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રગતિ મારફતે પ્રધાનમંત્રીની વાતચીત

Posted On: 28 FEB 2018 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (ફેબ્રુઆરી 28, 2018) પ્રો-એક્ટિવ ગવર્નેંસ એન્ડ ટાઇમલી ઇંમ્પ્લીમેંટેશન – (પ્રગતિ) એટલે કે સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે સૂચના અને સંચાર પ્રોદ્યોગિકી આધારિતબહુવિધ મંચ મારફતે તેમની ચોવીસમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રગતિની આ પહેલાની 23 બેઠકોમાં કુલ રૂ. 9.46 કરોડનાં રોકાણ સાથે 208 પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. 17 ક્ષેત્રોનીલોક ફરિયાદોનાં નિરાકરણની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આજે 24મી બેઠકમાં પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં કેદારનાથનાં જીર્ણોદ્ધારનાં કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારે ડ્રોન ઇમેજરી મારફતે કાર્યની પ્રગતિ રજૂ કરી હતી.

પ્રધાનમંત્રીએ દિલ્હી પોલીસ સાથે સંબંધિત ફરિયાદોનાં સંચાલન અને નિવારણમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ફરિયાદોનાં નિકાલની ગુણવત્તા સુધારવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ સાત રાજ્યો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળમાં રેલવે, રોડ, પાવર, પેટ્રોલિયમ અને કોલસા ક્ષેત્રોમાં 10 માળખાગત પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ તમામ પરિયોજનાઓનું કુલ મૂલ્ય રૂ. 40,000 કરોડથી વધુ છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનાં અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.


(Release ID: 1522227) Visitor Counter : 112