મંત્રીમંડળ

મંત્રીમંડળે સાંસદો માટે રહેઠાણ અને ટેલીફોન સેવાઓ નિયમન, ચૂંટણી ક્ષેત્રનાં ભથ્થાં સાથે સંબંધિત નિયમો તથા કાર્યાલયનાં ખર્ચ અને ભથ્થાનાં નિયમમાં સંશોધનોને મંજૂરી આપી

Posted On: 28 FEB 2018 6:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે (i) રહેઠાણ અને ટેલીફોન સુવિધાઓ (સાંસદ) નિયમ, 1956 (ii) સાંસદ (ચૂંટણી ક્ષેત્રને ભથ્થા) નિયમ, 1986 અને (iii) સાંસદ (કાર્યકાળ ખર્ચ ભથ્થા) નિયમ, 1988માં સંશોધનને મંજૂરી આપી હતી. જેની વિગત આ મુજબ છેઃ

  1. સાંસદનાંરહેઠાણપરફર્નિચરનીઆર્થિકમાર્યાદાનેરૂ. 75,000 (રૂ. 60,000 ટકાઉ ફર્નિચર માટે અને રૂ. 15,000 બિન-ટકાઉ ફર્નિચર માટે)થી વધારીને રૂ. 1,00,000 (રૂ. 80,000 ટકાઉ ફર્નિચર માટે અને રૂ. 20,000 બિન-ટકાઉ ફર્નિચર માટે) કરવામાં આવી છે, જે 01.04.2018થી લાગુ થશે,તેમાં આવકવેરા કાયદો 1961ની ધારાનાં સ્પષ્ટીકરણનાં વિભાગ (v) અંતર્ગત ખર્ચ મોંઘવારીનાં સૂચકાંકનાં આધારે તારીખ 01.04.2023થી દર પાંચ વર્ષે વધારવામાં આવશે.
  2. સાંસદોને લેન્ડલાઇન કનેક્શન પર દર વર્ષે છોડેલી 10,000 કોલ યુનિટોને બદલે ઓગસ્ટ, 2006થી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, સાંસદોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધા અગાઉથી જ ઓગસ્ટ, 2006થી પ્રદાન કરવામાં આવે છે અને તેનાં નિયમન માટે રહેઠાણ અને ટેલીફોન સુવિધાઓ (સાંસદ નિયમ, 1956માં એક નવા નિયમને અંતઃસ્થાપિત કરીને અગાઉની અસર સાથે સંશોધનનાં માધ્યમથી તેમાં સામેલ કરવામાં આવશે).
  3. હાઇસ્પીડ ઇન્ટરનેટ જોડાણ (એફટીટીએચ કનેક્શન) ઉપલબ્ધ કરાવવા માટે સભ્યોને રહેણાક વિસ્તારમાં તારીખ 01.09.2015થી 31.12.2016 સુધી રૂ. 1700 અને તારીખ 01.01.2017 પછી રૂ. 2200ની માસિક ભાડાની યોજના ધરાવતો વાઈફાઈ ઝોન સ્થાપિત કરવો. આ સુવિધા વર્તમાન બ્રોડબેન્ડ સુવિધા ઉપરાંત હશે. આ પ્રયોજન માટે રહેઠાણ અને ટેલીફોન સુવિધાઓ (સાંસદ) નિયમ, 1956માં ત્રણ નવા પેટાનિયમ સામેલ કરવામાં આવશે.
  4. મોંઘવારીનો ઊંચો દર અને વર્તમાન આર્થિક સ્થિતિ પર વિચાર કરી સાંસદોનું ચૂંટણી ક્ષેત્રનું ભથ્થું દરેક મહિને રૂ. 45,000થી વધારીને રૂ. 75,000 કરવું, જેમાં આવકવેરા કાયદા, 1961ની ધારા 48નાં સ્પષ્ટીકરણ ખંડ V અંતર્ગત ઉપયુક્ત મોંઘવારી સૂચકાંકને આધારે તારીખ 01.04.2023થી દર પાંચ વર્ષે વધારો કરવામાં આવશે.
  5. સાંસદોનાં કાર્યાલયનાં ખર્ચનું ભથ્થું માસિક રૂ. 45,000 (રૂ. 15,000 લેખન સામગ્રી અને પત્રવ્યવહાર માટે તથા રૂ. 30,000 સચિવાલય સહાયતા પ્રાપ્ત કરવા માટે સાંસદ દ્વારા એક કમ્પ્યુટરની જાણકારી ધરાવતી વ્યક્તિ રાખવા માટે)થી વધારીને તારીખ 01.04.2018થી રૂ. 60,000 (રૂ. 20,000 લેખન સામગ્રી અને પત્રવ્યવહાર માટે તથા રૂ. 40,000 સચિવાલય સહાયતા પ્રાપ્ત કરવા માટે સાંસદ દ્વારા એક કમ્પ્યુટરની જાણકારી ધરાવતી વ્યક્તિ રાખવા માટે) કરવું અને તેમાં આવકવેરા કાયદા, 1961ની ધારા 48નાં સ્પષ્ટીકરણનાં V અંતર્ગત ઉપયુક્ત મોંઘવારી સૂચકાંકને આધારે તારીખ 01.04.2023થી દર પાંચ વર્ષે વધારો કરવામાં આવશે.

મંત્રીમંડળનાં નિર્ણયની સૂચના સાંસદોનાં પગાર અને ભથ્થાં સંબંધિત સંયુક્ત સમિતિને સંબંધિત નિયમોમાં સંશોધન કરવા માટે આપવામાં આવશે, જેની મંજૂરી રાજ્યસભાનાં અધ્યક્ષ અને લોકસભાનાં અધ્યક્ષ પાસેથી મેળવી અને સરકારી રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવશે.

મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણય ઉપરાંત નાણાકીય વિશ્લેષણ મુજબ લગભગ રૂ. 39,22,72,800 (ઓગણચાળીસ કરોડ બાવીસ લાખ બોતેર હજાર આઠસો રૂપિયા) પુનરાવર્તિત ખર્ચ અને લગભગ રૂ. 6,64,05,400 (છ કરોડ ચોસઠ લાખ પાંચ હજાર ચારસો રૂપિયા) બિન-પુનરાવર્તિત ખર્ચ હશે.

પૃષ્ઠભૂમિ:

બંધારણની કલમ 106માં જોગવાઈ છે કે સંસદનાં દરેક ગૃહનાં સભ્ય આ પ્રકારનાં વેતન અને ભથ્થું મેળવવાનાં હકદારથશે, જેને સંસદ સમયે-સમયે કાયદા દ્વારા નક્કી કરશે. પરિણામ સ્વરૂપે વર્ષ 1954માં સાંસદ વેતન, ભથ્થું અને પેન્શન કાયદો (એમએસએ કાયદો) (1954નો કાયદો 30) બનાવવામાં આવ્યો હતો. તેમાંથી કાયદાની કલમ 9 આ કાયદા અંતર્ગત નિયમ બનાવવાનાં ઉદ્દેશ સાથે સંસદનાં બંને ગૃહોની એક સંયુક્ત સમિતિની રચનાની જોગવાઈ કરે છે. સંયુક્ત સમિતિ કેન્દ્ર સરકારની સલાહ લઈને આ કાયદામાં આપેલા વિષયોમાંથી તમામ અથવા કોઈ પણ વિષય પર નિયમ બનાવવાની સત્તાધરાવે છે.



(Release ID: 1522225) Visitor Counter : 234


Read this release in: English