મંત્રીમંડળ

પુનઃપ્રાપ્ય ઉર્જાનાં ક્ષેત્રમાં સહકાર માટે ભારત અને ફીજી વચ્ચેની સમજૂતીનીમંત્રીમંડળને જાણ કરાવામાં આવી

Posted On: 28 FEB 2018 6:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીન અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકને ભારત અને ફીજી વચ્ચે પુનઃપ્રાપ્ય ઉર્જા અંગેની સમજૂતી અંગે જાણ કરવામાં આવી હતી. આ સમજૂતી પર 24મી મે 2017ના રોજ ફીજીનાં સુવા ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા.

બંને પક્ષનો હેતુ નવા અને પુનઃપ્રાપ્ય મુદ્દે પરસ્પર લાભ માટે દ્વિપક્ષીય સહકારમાં તકનિકી સહકારને વેગ મળે અને પ્રોત્સાહન મળે તેવો છે અને તેમાં સહકારનાં ધોરણે સંસ્થાકીય સંબંધો સ્થાપિત કરવાનો છે. સમજૂતીમાં સહકારના વિવિધ ક્ષેત્રોમાં એક સંયુક્ત કાર્યકારી સમિતિ દ્વારા દેખરેખ, સમીક્ષા અને મંત્રણા સ્થાપિત કરવાની કલ્પના પણ કરવામાં આવી છે. જેના દ્વારા માહિતીનાં નેટવર્કમાં નિષ્ણાતોની આપલે પણ કરવામાં આવશે.

આ સમજૂતીથી બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવાશે.



(Release ID: 1522223) Visitor Counter : 99


Read this release in: English , Assamese , Tamil