સંરક્ષણ મંત્રાલય

વાયુ શક્તિનગર, ગાંધીનગરમાં હોટ એર બલૂનિંગ

Posted On: 28 FEB 2018 4:03PM by PIB Ahmedabad

અમદાવાદ, 28-02-2018

 

ગાંધીનગરનાં વાયુ શક્તિનગરમાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં હેડક્વાર્ટરમાં વાયુદળનાં સૈનિકો માટે આયોજિત વિવિધ સાહસિક પ્રવૃત્તિઓનાં ભાગરૂપે બે દિવસીય હોટ એર બલૂનિંગ પ્રવૃત્તિ યોજવામાં આવી હતી.

આ એક્ટિવિટીનું ઉદઘાટન ગુજરાતનાં આદરણીય રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીએ કર્યું હતું. આદરણીય રાજ્યપાલનું સ્વાગત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં એર ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ આર. કે. ધીર પીવીએસએમ એવીએસએમ વીએમ એડીસી અને એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (રિજનલ)નાં પ્રેસિડન્ટ શ્રીમતી નીલમ ધીરે કર્યું હતું.

    

આ કાર્યક્રમનો ઉદ્દેશ વાયુદળનાં સૈનિકોનાં મનમાં આત્મવિશ્વાસ જગાવવાનો, તેમને પ્રોત્સાહન આપવાનો, તેમને એકતાંતણે જોડવાનો અને જોખમ લેવાની ક્ષમતા વિકસાવવાનો હતો, જે તેમની વચ્ચે ટીમનો જુસ્સો વધારવા માટે પ્રોત્સાહિત કરશે, તેમનો આત્મવિશ્વાસ વધારશે ઉપરાંત આ પ્રવૃત્તિ સ્વસ્થ તન-મન માટેનું એક પગલું પણ છે. સ્વેક હેડક્વાર્ટરનાં આશરે 360 અધિકારી અને તેમનાં કુટુંબીજનો આ બે દિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં.

 

 

NP/J.khunt/GP                                                                                                                       



(Release ID: 1522039) Visitor Counter : 181


Read this release in: English