જળ સંસાધન મંત્રાલય

કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા આવતીકાલે અમદાવાદ ખાતે રાજ્ય સ્તરની ચિત્રસ્પર્ધાનું આયોજન કરાશે

Posted On: 21 FEB 2018 4:53PM by PIB Ahmedabad

અમદાવાદ, 21-02-2018

 

ભારત સરકારનાં  જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય હેઠળના કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડે ત્રિસ્તરીય ચિત્રસ્પર્ધાનું આયોજન કર્યું છે રાષ્ટ્રીય સ્તરની ચિત્રસ્પર્ધા, રાજ્ય સ્તરની ચિત્રસ્પર્ધા અને શાળા સ્તરની ચિત્રસ્પર્ધા, જેની થીમ જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળનું પ્રદૂષણ છે. આ સ્પર્ધા સમગ્ર દેશમાં ધોરણ છઠ્ઠાં, સાતમા અને આઠમા ધોરણનાં વિદ્યાર્થીઓ માટે છે. આ પ્રોગ્રામ માહિતી, શિક્ષણ અને સંચાર (આઇઇસી) પ્રવૃત્તિનો ભાગ છે, જે જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય હાથ ધરે છે, જેનો ઉદ્દેશ જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળનાં પ્રદૂષણ પર વિદ્યાર્થીઓ વચ્ચે જાગૃતિ લાવવાનો છે.

ચાલુ વર્ષે શાળા સ્તરની ચિત્રસ્પર્ધાનો વિષય વધારે કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ આપણી ભવિષ્યની પેઢીઓનું રક્ષણછે. ગુજરાત તથા દીવ અને દમણનાં કેન્દ્રશાસિત પ્રદેશમાં 400થી વધારે શાળાઓનાં 23,000થી વધારે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે શાળા સ્તરની ચિત્રસ્પર્ધામાં ભાગી લીધો હતો અને શાળાઓ દ્વારા ત્રણ શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી થઈ હતી, જેને રિજનલ ડાયરેક્ટર, કેન્દ્રિય ભૂગર્ભ જળ બોર્ડ (સીજીડબલ્યુબી), પશ્ચિમ મધ્ય વિસ્તાર (ડબલ્યુસીઆર), અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. સીજીડબલ્યુબીની પ્રાદેશિક ઓફિસને 1161 થી વધારે ચિત્રો મળ્યાં હતાં. જ્યુરીએ વિદ્યાર્થીઓનાં 50 શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી કરી હતી.

પસંદગી થયેલા 50 વિદ્યાર્થીઓને અમદાવાદમાં 8મી રાજ્ય સ્તરની ચિત્રસ્પર્ધામાં સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ, શાહીબાગ, અમદાવાદમાં 22/02/2018નાં રોજ યોજાશે. રાજ્ય સ્તરની ચિત્રસ્પર્ધામાં પ્રથમ ઇનામ રૂ. 5,000/-, બીજું સ્થાન મેળવનારને રૂ. 3,000/-, ત્રીજું સ્થાન મેળવનારને રૂ. 2,000/- અને અન્ય 10 સહભાગીઓને રૂ. 1000/-નું આશ્વાસન ઇનામ આપવામાં આવે છે.

રાજ્ય સ્તરની સ્પર્ધાનાં પ્રથમ, બીજું અને ત્રીજું સ્થાન ધરાવતાં વિજેતાઓને માર્ચ, 2018 દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની ચિત્રસ્પર્ધા માટે મોકલવામાં આવશે.

 

 

NP/J.Khunt/GP                                       ક્રમાંક : 62


(Release ID: 1521313) Visitor Counter : 247


Read this release in: English