PIB Headquarters
                
                
                
                
                
                
                    
                    
                        એનસીબી અમદાવાદે પકડેલા આરોપીને 12 વર્ષનાં કડક કારાવાસ અને રૂ. 1,25,000/-નાં દંડની સજા
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                09 FEB 2018 1:54PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                અમદાવાદ, 09-02-2018
 
નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો અમદાવાદે પકડેલા આરોપી હરજિન્દર સિંઘ ઉર્ફે રાજુ, જેઓ હરવંશ સિંઘ સુદાનનાં પુત્ર છે, કેમ્પ ગોપાલ, ગુજરાલ જિલ્લો-જમ્મુ, રાજ્ય જમ્મુ-કાશ્મીરનાં રહેવાસી છે, જેમને જૂન, 2014માં 17.65 કિલોગ્રામ (ચોખ્ખું વજન) ચરસ સાથે ઝડપી લેવામાં આવ્યાં હતાં, તેમને 12 વર્ષનાં કડક કારાવાસ અને રૂ. 1,25,000/-ની સજા કરવામાં આવી છે. જો તેઓ દંડની રકમ નહીં ભરે તો કારાવાસની સજા વધુ 6 મહિના ભોગવવી પડશે. 
હરજિન્દર સિંઘ  રજિસ્ટ્રેશન નંબર જેકે 02 એલ 5673 ધરાવતી ટ્રકનું ડ્રાઇવિંગ કરીને જમ્મુથી રવાના થયા હતાં. ટ્રકની અંદર એક ડ્રમમાં 18.66 કિલોગ્રામ (એકંદર વજન) ચરસ છુપાવીને રાખવામાં આવ્યું હતું. તેઓ આ ચરસ સુરતમાં કોઈને પહોંચાડવાનાં હતાં એવી ધારણા છે, પણ એનસીબીની ટીમે જૂન, 2014માં અસલાલી ચાર રસ્તા, નારોલ, અમદાવાદ ખાતે આંતરીને ઝડપી લીધા હતા. આ ચરસનું મૂલ્ય એ સમયે રૂ. 1 કરોડ હતું. 
આ કેસની ફરિયાદ ડિસેમ્બર, 2014માં કરવામાં આવી હતી અને આ એનડીપીએસ કેસ 02/2014માં ચુકાદો અમદાવાદની મિર્ઝાપુર કોર્ટમાં 10મી અધિક જિલ્લા અને સત્ર અદાલતનાં માનનીય ન્યાયાધિશ શ્રી આરપીએસ રાઘવે 08.02.2018નાં રોજ આપ્યો છે. તેમણે આરોપીને એનડીપીએસ કાયદા, 1985 (સંશોધન મુજબ)ની કલમ 8(સી), 20 (બી) (2) (સી) હેઠળ દોષિત ઠેરવ્યાં છે. ફરિયાદી પક્ષ તરફથી 6 સાક્ષીઓની ચકાસણી કરવામાં આવી હતી અને તેમની જુબાની ઉપરાંત એનસીબી અમદાવાદે રજૂ કરેલા દસ્તાવેજોને આધારે ચુકાદો આપવામાં આવ્યો હતો. આરોપીએ ચરસની ગુણવત્તાનાં કારણો ટાંકીને દંડની રકમ ઓછી કરવાની માંગણી કરી હતી, છતાં જપ્ત કરેલ નશીલા દ્રવ્ય ચરસનાં પરીક્ષણમાં પોઝિટિવ પરિણામ આવ્યું હતું. આરોપીને 12 વર્ષનાં કડક કારાવાસ અને રૂ. 1,25,000/-નાં દંડની સજા કરવામાં આવી હતી. ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ સમાજને અને દેશને પણ મોટા પાયે નુકસાન થાય એવો અપરાધ કર્યો છે, આ પ્રકારનાં અપરાધોની સમાજ પર ઊંડી અસર થાય છે, ખાસ કરીને યુવા પેઢીને. એનસીબીનાં એસપીપી  શ્રી એ પી દેસાઈનાં ખંતપૂર્વકનાં પ્રયાસો અને સંચાલન તથા એનસીબીનાં ઝોનલ ડિરેક્ટર શ્રી હરિ ઓમ ગાંધીનાં સતત નિરીક્ષણને પરિણામે આ કેસમાં આરોપીને સજા મળી છે, એમ એક અખબારી યાદીમાં  જણાવાયું છે.
 
NP/J.Khunt/GP                                                               
                
                
                
                
                
                (Release ID: 1520075)
                Visitor Counter : 154