મંત્રીમંડળ
મંત્રીમંડળે કાયદાનાં અમલીકરણની તાલીમ માટે ભારત અને અમેરિકા વચ્ચે થયેલા દ્વિપક્ષીય સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી
Posted On:
07 FEB 2018 10:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કાયદાનાં અમલીકરણની તાલીમ માટે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે. આ એમઓયુ પર અમેરિકા સંઘનાં કાયદા અમલીકરણ કેન્દ્ર (એફએલઈટીસી) તથા ભારતનાં પોલીસ સંશોધન અને વિકાસ બ્યૂરો (બીપીઆર એન્ડ ડી) વચ્ચે હસ્તાક્ષર થવાનાં છે.
આ એમઓયુથી ભારત-અમેરિકા હોમલેન્ડ સુરક્ષા સંવાદની જોગવાઈમાં બંને દેશો વચ્ચે સહયોગમાં વધારાનો માર્ગ પ્રશસ્ત થશે.
એમઓયુથી તાલીમ, તાલીમ સામગ્રી, તાલીમ આપતાં શિક્ષણોની ગુણવત્તા વગેરે માપદંડોમાં સુધારો કરવામાં સહાયતા મળશે. તેનાથી દેશમાં પોલીસ દળનાં કામકાજમાં સુધારો થશે અને ‘સ્માર્ટ પોલીસ’નો વિચાર સાકાર થશે.
ભારત અને અમેરિકા તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિમાં આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય અપરાધો સામે લડવા તથા આતંકવાદી સંગઠનોમાં સતત થઈ રહેલા વધારાને અટકાવવા સહિયારૂ હિત ધરાવે છે. આ ઉપરાંત ભારત અને અમેરિકા પોતાની જમીન અને મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા કરવા તથા આંતકવાદી હુમલાઓ દ્વારા વૈશ્વિક પુરવઠાની સાંકળમાં વિક્ષેપ અટકાવવાનું સહિયારૂ હિત પણ ધરાવે છે.
પૃષ્ઠભૂમિઃ
જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ નવેમ્બર, 2010માં ભારતની મુલાકાતે આવ્યાં હતાં, ત્યારે બંને પક્ષોએ હોમલેન્ડ સુરક્ષા સંવાદ કાર્યપ્રણાલી સ્થાપિત કરવા સંમતિ આપી હતી. આ કાર્યપ્રણાલી ભારત-અમેરિકા આતંકવાદવિરોધી પહેલ પર હસ્તાક્ષર કરવાને સુસંગત છે.
હોમલેન્ડ સુરક્ષા સંવાદ અંતર્ગત 6 પેટા જૂથોની રચના કરવામાં આવી છે, જેનાં કાર્યક્ષેત્રમાં નીચેની બાબતો સામેલ છેઃ
- વૈશ્વિક પુરવઠા શ્રેણી, પરિવહન, બંદર, સરહદ અને દરિયાઈ સુરક્ષા,
- મહાનગર પોલીસ વ્યવસ્થા તથા સંઘનાં રાજ્ય અને સ્થાનિક ભાગીદારો વચ્ચે માહિતીનું આદાનપ્રદાન કરવું,
- ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર, રોકડ રકમની દાણચોરી, નાણાકીય ગોટાળા અને બનાવટી ચલણ,
- સાયબર માહિતી,
- ક્ષમતા નિર્માણ, અને
- ટેકનોલોજીમાં સુધારો.
ભારત અને અમેરિકા વચ્ચે હોમલેન્ડ સુરક્ષા સંવાદ (એચએસડી)નાં ભાગરૂપે ક્ષમતા નિર્માણ માટે એક પેટાજૂથની રચના કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ અમેરિકાનાં સત્તામંડળો સાથે સહયોગમાં ભારતમાં કાર્યરત કાયદા અમલીકરણ સંસ્થાઓની ક્ષમતા વધારવાનો છે. આ સંસ્થાઓ તમામ 6 પેટાજૂથો સાથે સંકળાયેલી છે, જેને હોમલેન્ડ સુરક્ષા સંવાદમાં સામેલ કરવામાં આવી છે. ભારત અને અમેરિકામાં ક્ષમતા નિર્માણનાં કામકાજ સાથે સંબંધિત તમામ મુખ્ય સંસ્થાઓ વચ્ચે માળખાગત સહયોગ અતિ મહત્ત્વપૂર્ણ છે. તેને ધ્યાનમાં રાખીને અમેરિકા પક્ષે અમેરિકાનાં એફએલઈટીસી અને તેને સમકક્ષ ભારતીય બીપીઆર એન્ડ ડી વચ્ચે એક સમજૂતીકરારનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
(Release ID: 1519868)
Visitor Counter : 121