મંત્રીમંડળ
મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને આધિન સ્વાયત્ત સંસ્થાઓને તર્કસંગત બનાવવાની મંજૂરી આપી
Posted On:
07 FEB 2018 10:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત સ્વાયત્ત સંસ્થાઓને તર્કસંગત બનાવવાની મંજૂરી આપી છે. આ સંસ્થાઓમાં રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (આરએએન) અને જનસંખ્યા સ્થિરતા કોષ (જેએસકે) સામેલ છે. તેનાં કામકાજને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રાખવાનો પ્રસ્તાવ પણ છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને આધિન સ્વાયત્ત સંસ્થાઓને તર્કસંગત બનાવવામાં આંતર-મંત્રીમંડળીય ચર્ચાવિચારણા અને આ સંસ્થાઓમાં ઉપલબ્ધ પેટાનિયમોની સમીક્ષા સામેલ છે.
રાષ્ટ્રીય આરોગ્ય નિધિની રચના એક નોંધાયેલી સોસાયટી સ્વરૂપે કરવામાં આવી હતી, જેથી કેન્દ્રીય સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવતાં ગરીબ દર્દીઓને નાણાકીય ચિકિત્સા સહાયતા આપી શકાશે. આ હોસ્પિટલનાં તબીબી નિરીક્ષકોને આગોતરૂ ભંડોળ આપવામાં આવશે, જે દરેક કેસને જોઈને સહાયતા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હોસ્પિટલોને ભંડોળ પ્રદાન કરે છે એટલે આ વિભાગ દ્વારા હોસ્પિટલોને સહાય સીધી આપી શકાય છે. આ રીતે આરએએનનું કામકાજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને અંતર્ગત લાવવામાં આવશે. આરએએન સોસાયટીની વ્યવસ્થાપન સમિતિ સોસાયટી નોંધણી કાયદા, 1860ની જોગવાઈઓ અંતર્ગત સ્વાયત્ત સંસ્થાઓ રદ કરવા માટે બેઠક કરશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી કેન્સર દર્દીઓ માટેનાં ભંડોળ(એચએમસીપીએફ)ને પણ વિભાગમાં સ્થળાંતરિત કરવામાં આવશે. આ માટે એક વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
જનસંખ્યા સ્થિરતા કોષ (જેએસકે) વર્ષ 2003માં 100 કરોડ રૂપિયાનાં ભંડોળ સાથે સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ જનસંખ્યા સ્થિરીકરણ વ્યૂહરચનાઓ પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. જેએસકે લક્ષિત વસતિને ધ્યાનમાં રાખીને વિવિધ કામગીરીઓનું આયોજન કરે છે. મંત્રાલય દ્વારા જેએસકેને સતત નાણાકીય ભંડોળ આપવામાં આવતું નથી. જનસંખ્યા સ્થિરીકરણ વ્યૂહરચનાઓને ખાનગી અને કોર્પોરેટ ભંડોળની જરૂર હોય છે, જે જેએસકે દ્વારા સંભવ છે. જેએસકે જનસંખ્યા સ્થિરીકરણ વ્યૂહરચનાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે, છતાં પણ એક સ્વાયત્ત સંસ્થા સ્વરૂપે તેનું અસ્તિત્વ જરૂરી નહીં હોય. આ રીતે એક સ્વાયત્ત સંસ્થા સ્વરૂપે જેએસકેને બંધ કરી શકાય છે, કારણ કે ભંડોળ સ્વરૂપે તેનું કામકાજ વિભાગ દ્વારા થઇ શકે છે.
પૃષ્ઠભૂમિ:
ખર્ચ વ્યવસ્થાપન પંચની ભલામણોનાં આધાર પર નીતિ આયોગે 19 સ્વાયત્ત સંસ્થાઓની સમીક્ષા કરી હતી. આ તમામ સંસ્થાઓ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને આધિન હતી અને તેમને સોસાયટી નોંધણી કાયદા, 1860 અંતર્ગત રચવામાં આવી હતી. નીતિ આયોગે સમીક્ષા સમિતિને પોતાનો વચગાળાનો રિપોર્ટ સુપરત કર્યો છે, જેમાં આ સંસ્થાઓને તર્કસંગત બનાવવાની ભલામણો કરી છે. સરકારનો મુખ્ય પ્રયાસ એ છે કે સ્વાયત્ત સંસ્થાઓની સમીક્ષા કરવામાં આવે અને તેમને તર્કસંગત બનાવવામાં આવે, જેથી તેનાં કામકાજ, તેની અસર અને કાર્યકુશળતામાં સુધારો થાય, નાણાકીય અને માનવીય સંસાધનોનો ઉચિત ઉપયોગ થાય, વર્તમાન નીતિમાં તેમની પ્રાસંગિકતા અને વહીવટીમાં વધારો થાય તથા તેમનાં પર યોગ્ય રીતે નજર રાખી શકાય. સમિતિએ આરએએન અને જેએસકેને બંધ કરવાની તથા તેમનાં કામકાજને મંત્રાલયને આધિન લાવવાની ભલામણ કરી છે.
(Release ID: 1519858)
Visitor Counter : 159