મંત્રીમંડળ
મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ) દ્વારા ‘રોજગાર અને શાંતિ તથા સ્થિતિસ્થાપકતા સંબંધિત મર્યાદિત કાર્ય (સંખ્યા 205)’ને ધ્યાનમાં રાખીને સૂચના ભલામણોનાં નવા દસ્તાવેજને સંસદમાં રજૂ કરવાની મંજૂરી આપી
Posted On:
07 FEB 2018 10:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ) દ્વારા ‘રોજગાર અને શાંતિ તથા સ્થિતિસ્થાપકતા સાથે સંબંધિત મર્યાદિત કાર્ય (સંખ્યા 205)’ને ધ્યાનમાં રાખીને મંજૂરીના નવા સૂચના દસ્તાવેજને સંસદમાં રજૂ કરવાની મંજૂરી આપી છે. જૂન, 2015માં જીનિવામાં આયોજિત આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનનાં 106માં સત્રમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને આ સૂચના દસ્તાવેજનો સ્વીકાર કર્યો હતો. ભારતે સૂચના દસ્તાવેજનો સ્વીકાર કરવાની મંજૂરી આપી હતી.
આઈએલઓનાં દરેક સભ્ય દેશ માટે જરૂરી છે કે આ સૂચનો કે ભલામણોને પોતાનાં સક્ષમ સત્તામંડળ સામે રજૂ કરે. ભારતને તેને સંસદમાં રજૂ કરવાનું છે. સંસદની સૂચના માટે ભલામણને તાત્કાલિક રજૂ કરવો એવી કોઈ શરત નથી. આઈએલઓનાં દસ્તાવેજની ભલામણોનો મંજૂરી આપવથી તેનો અમલ કરવો ફરજિયાત નથી. તેનો ઉદ્દેશ રાષ્ટ્રીય નીતિ પ્રક્રિયા માટે માર્ગદર્શક સિદ્ધાંત ઉપલબ્ધ કરાવવાનો છે.
આ સૂચનો અંતર્ગત સભ્ય દેશોને દિશા-નિર્દેશન આપવામાં આવશે, જેથી રોજગાર અને મર્યાદિત કાર્ય માટે ઉચિત ઉપાય કરી શકે. તેનો ઉદ્દેશ ઘર્ષણ અને કટોકટીનાં સમયે પેદા થનાર સંકટોનો સામનો કરવા નિવારણ, શાંતિ અને સ્થિતિસ્થાપકતા લાવવાનો છે.
આ સૂચનોમાં તમામ માનવાધિકારો પ્રત્યે સન્માન અને કાયદાનું શાસન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે સન્માન, કામ કરવા દરમિયાન અધિકાર અને આંતરરાષ્ટ્રીય શ્રમ માપદંડો સામેલ છે. તેમાં મુખ્યત્વે એ અધિકાર અને સિદ્ધાંત સામેલ છે, જે રોજગાર અને યોગ્ય કાર્યો સાથે સંબંધિત છે.
આ સૂચનોમાં સામાજિક સુરક્ષાનાં ઉપાયોનાં વિકાસ અને તેને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સંકટ અટકાવી શકાય અને શાંતિ સ્થાપિત કરવાનું શક્ય બને. દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, સભ્ય દેશ શાંતિને પ્રોત્સાહન આપવા, સંકટો ઊભા થતાં અટકાવવા અને સામાન્ય સ્થિતિને સ્થાપિત કરવા માટે વિસ્તૃત કાર્યપ્રણાલી તૈયાર કરે. આ અંતર્ગત સભ્ય દેશોને રોજગાર અને મર્યાદિત કાર્યની તકોને ધ્યાનમાં રાખીને સ્થાનિક આર્થિક સુધારને પ્રોત્સાહન આપવાનું છે, સામાજિક-આર્થિક એકીકરણ કરવાનું છે, સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનું છે અને સર્વસમાવેશક સમાજની રચના કરવાનું છે. આ ઉપરાંત સતત વિકાસ તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગસાહસિકોએ તેમાં સામેલ થવું જોઈએ, જેથી સંવર્ધન અને સામાન્ય સ્થિતિ જાળવવા માટે કર્મચારીઓ અને કામદાર સંગઠનોની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે.
સૂચન સંખ્યા 205 ઘર્ષણ અને કટોકટીથી ઉત્પન્ન સંકટની સ્થિતિ દ્વારા પ્રભાવિત અર્થવ્યવસ્થાનાં તમામ ક્ષેત્રોનાં કામદારો અને રોજગારવાંચ્છુઓ તથા તમામ કંપનીઓ સહિત સંકટ નિવારણમાં સંલગ્ન કામદારોને લાગુ પડે છે.
(Release ID: 1519847)
Visitor Counter : 134