નાણા મંત્રાલય

મનોરંજન પાર્કો અને બૈલેમાં પ્રવેશ પર જીએસટી દર 28 ટકા થી ઘટાડી 18 ટકા કરાયો

Posted On: 07 FEB 2018 5:38PM by PIB Ahmedabad

અમદાવાદ, 07-02-2018

 

જીએસટી પરિષદે 18 જાન્યુઆરી, 2018ના રોજ આયોજિત પોતાની બેઠકમાં થીમ પાર્ક, વોટર પાર્ક, જોય રાઈડ્સ, મેરી-ગો-રાઉન્ડ અને નૃત્ય નાટક (બૈલે) સહિત મનોરંજન પાર્કોમાં પ્રવેશ સાથે સંબંધિત સેવાઓ પર જીએસટી દર 28 ટકાથી ઘટાડી 18 ટકા કરી દીધો છે. આ સેવાઓ પર અત્યાર સુધી 28 ટકાના દરે વસ્તુ અને સેવા કર (જીએસટી) લાગતો હતો. ઘણા ક્ષેત્રોમાંથી પ્રાપ્ત અભિપ્રાયોમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મનોરંજન પાર્ક સામાજિક વાતાવરણને સારૂ બનાવે છે સાથે-સાથે સક્રિયરૂપથી મળનારા મનોરંજનના રૂપમાં બાળકો તેમજ તેમના પરિવારોને ભરપૂર આનંદ ઉઠાવવાનો અવસર આપે છે. એટલે આના પર લગાડવામાં આવતો જીએસટી દર ઘટાડીને 18 ટકા કરી શકાય છે. જીએસટી પરિષદે આ ભલામણોને અમલી બનાવી તેની સૂચનાઓ 25 જાન્યુઆરી, 2018નાં રોજ જાહેર કરી છે. તદાનુસાર થીમ પાર્કો, વોટર પાર્કો, જૉય રાઈડ્સ, મેરી-ગો-રાઉન્ડ અને નૃત્ય નાટક (બૈલે) સહિત મનોરંજન પાર્કોમાં પ્રવેશ પર હવે 18 ટકાના દરે જીએસટી લાગુ થશે.

એવી અપેક્ષા છે કે જે તે રાજ્યનાં સ્થાનિક સત્તાવાળા (પંચાયત/નગરપાલિકા/જિલ્લા પરિષદ) દ્વારા મનોરંજન તેમજ આનંદ પર વસૂલાતા ટેક્સમાં વધારો નહીં કરે, જેથી મનોરંજન પાર્કો પર ટેક્સનો ભાર ન વધે. આનાથી જીએસટી દરોમાં ઘટાડાનો લાભ બાળકો તેમજ તેમના પરિવારોને ચોક્કસ મળશે.

NP/J.Khunt/GP                                                       


(Release ID: 1519517) Visitor Counter : 191


Read this release in: Urdu