નાણા મંત્રાલય
પાકની કાપણી પછીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે કરવેરા પ્રોત્સાહન
Posted On:
01 FEB 2018 3:56PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
ખેતીમાં પાકની કાપણી પછી તેનાં મુલ્ય સંવર્ધનમાં વ્યવસાયિકતાનો વધારો કરવાનાં ઉદ્દેશથી કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ નાણાકિય વર્ષ 2018-19માં પાંચ વર્ષનાં સમયગાળા દરમિયાન 100 કરોડ રૂપિયા સુધીના વાર્ષિક ઉત્પાદનવાળી કૃષિ ઉત્પાદન કંપનીઓનાં રૂપમાં નોંધાયેલ કંપનીઓને પોતાની પ્રવૃત્તિઓથી થનારા લાભોનાં સંબંધમાં 100 ટકા સુધીની કપાતનો પ્રસ્તાવ કરાયો છે. શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં 2018-19નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરતા આ જાહેરાત કરી હતી.
નાણાં મંત્રીએ જણાવ્યું કે આ સમયે સહકારી સમિતિઓને લાભનાં સંબંધમાં 100 ટકાની કપાત સ્વીકાર્ય છે જે પ્રાથમિક કૃષિ કાર્યોમાં લાગેલા પોતાનાં સભ્યોને સહાયતા કરે છે. પાછલા કેટલાક વર્ષોમાં સહકારી સમિતિઓની જ લાઈનદોરી પર ઘણીબધી કૃષિ ઉત્પાદન કંપનીઓ સ્થાપિત થઈ છે જે પોતાના સભ્યોને પણ આ પ્રકારની સહાયતા પ્રદાન કરે છે. આથી શ્રી જેટલીએ જણાવ્યું હતુ કે, આવા કરવેરા પ્રોત્સાહનથી, પહેલા જાહેર કરાયેલા ‘ઓપરેશન ગ્રીન’ અભિયાનને બળ મળશે તેમજ સંપદા યોજનાને પ્રોત્સાહન મળશે.
NP/J.Khunt/GP
(Release ID: 1518626)
Visitor Counter : 169