યુવા બાબતો અને રમત મંત્રાલય

અત્યાર સુધી 10 લાખ થી વધુ લોકો લઈ ચૂક્યા છે ખેલો ઈન્ડિયાને સફળ બનાવવાના શપથ

Posted On: 30 JAN 2018 5:58PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 30-01-2018

 

        કેન્દ્ર સરકારના ખેલો ઈન્ડિયા અભિયાનને સફળ બનાવવા માટે અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો શપથ લઈ ચૂક્યા છે.

        કેન્દ્રીય રમત તેમજ યુવા બાબતોના મંત્રી શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ગત દિવસોમાં ખેલો ઈન્ડિયા શપથનાં કાર્યક્રને શરૂ કરાવ્યો હતો. આ ઉપરાંત ખેલો ઈન્ડિયા એન્થમ પ્રસ્તુત થવાનાં બે દિવસોમાં 20 કરોડ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં 11 લાખ લોકો ખેલો ઈન્ડિયા શપથ લઈ ચૂક્યા છે. ખેલો ઈન્ડિયા શપથ આ રમતોને સફળ બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાઈ છે.

        ખેલો ઈન્ડિયાના માધ્યમથી ભારત સરકાર નાની ઉંમરની પ્રતિભાઓની શોધ કરી તેમને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતના ચેમ્પિયન તરીકે તૈયાર કરવા ઈચ્છે છે.

        ખેલો ઈન્ડિયા શપથ એટલ કે જેટલી થઈ શકે એટલી લોકોને દેશની ખેલ ભાવના બનાવી રાખવા અને તેને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપે છે. આ એ ક્રાંતિકારી અભિયાન પ્રત્યે ભારતના શપથ છે, જે અંતર્ગત જમીની સ્તર પર ખેલાડીઓને પસંદ કરી તેને વૈશ્વિક સ્તર પર ચમકાવવા માટે તૈયાર કરાશે.

        ખેલો ઈન્ડિયા અભિયાન અંતર્ગત પહેલા ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સનું આયોજન 31 જાન્યુઆરી થી 8 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય રાજધાનીના પાંચ આયોજિત સ્થળ પર થશે. એના અંતર્ગત 16 રમતોમાં 3200 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે અને 199 પદકો માટે સ્પર્ધાનું આયોજન થશે.

        ખેલો ઈન્ડિયાને સફળ બનાવવા માટે જો તમે પણ શપથ લેવા ઈચ્છતા હોય તો તમે www.kheloindia.gov.in પર લોગ ઈન કરો અથવા 902-900-1431 પર મિસ્ડ કોલ આપીને તમે પણ આ શપથ લઈ શકો છો.

J.Khunt/GP                                                                                                    



(Release ID: 1518331) Visitor Counter : 189


Read this release in: English