નાણા મંત્રાલય

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી અરુણ જેટલીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો (વિધાનસભા સહિત)ના નાણાં મંત્રીઓની સાથે બજેટ પૂર્વે વિચાર વિમર્શ કર્યા

Posted On: 18 JAN 2018 5:40PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 18-01-2018

 

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી અરુણ જેટલીએ આજે (18-01-2018) નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (વિધાનસભા)ના નાણાં મંત્રીઓની સાથે વિચાર વિમર્શ કર્યા હતા. આ પ્રસંગે બંને નાણાં રાજ્યમંત્રી પણ ઉપસ્થિત હતા. આ બેઠકમાં હિમાચલ પ્રદેશ તેમજ પુડુચેરીના મુખ્યમંત્રી, બિહાર, દિલ્હી, ગુજરાત, મણિપુર તેમજ તામિલનાડુના ઉપમુખ્યમંત્રી, પોતાના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરનારા 14 નાણાં મંત્રીઓ અને રાજ્યોનાં વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

રાજ્ય સરકારોનાં પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને રાજકોષીય નીતિ તેમજ અંદાજપત્રીય ઉપાયો પર અનેક સૂચનો આપ્યા જેના પર કેન્દ્ર સરકાર વિચાર કરી શકે છે.

કેન્દ્રીય વિત્ત મંત્રી શ્રી જેટલીએ કહ્યું કે, સહકારી સંઘવાદની ભાવનાને ધ્યાનમાં રાખતા નાણાંકિય વર્ષ 2018-19નાં બજેટ પ્રસ્તાવોને તૈયાર કરતી વખતે આ બેઠકમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અપાયેલા અભિપ્રાયો અને તેમની રજૂઆતો પર યોગ્ય વિચાર કરાશે.

 

NP/J.Khunt/GP                                                                                                                            



(Release ID: 1517104) Visitor Counter : 200


Read this release in: English