વિદ્યુત મંત્રાલય

‘સૌભાગ્ય’ યોજના પર ‘લઘુ ફિલ્મ’ સ્પર્ધા

Posted On: 12 JAN 2018 4:45PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-01-2018

 

 

માર્ચ 2019 સુધીમાં ગ્રામ્ય અને શહેરનાં દુર્ગમ વિસ્તારો સુધી ઘરે - ઘરે ઘરેલુ વીજળી પહોંચાડવાનાં ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી હર ઘર સહજ બીજલી યોજના (સૌભાગ્ય) શરૂ કરવામાં આવી છે.

ઊર્જા મંત્રાલય અંતર્ગત કાર્યરત નવરત્ન કંપની ગ્રામ્ય વિદ્યુતિકરણ નિગમ (આરઇસી), દ્વારા સૌભાગ્ય યોજનાની લોક જાગૃતિ માટે અને સામાન્ય લોકોને આ કાર્યક્રમનાં એમ્બેસેડર તરીકે સામેલ કરવાનાં હેતુથી લઘુ ફિલ્મ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આપની કૃતિ 10મી જાન્યુઆરી, 2018 થી જમા કરાવી શકાય છે અને જમા કરાવવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી, 2018 છે.

 

લઘુ ફિલ્મ/વીડિયોની શ્રેણી આ મુજબ છે

 

  • રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યુતિકરણની ભૂમિકા
  • મહિલા સશક્તિકરણ પર વિદ્યુતિકરણની અસરની વાસ્તવિક કથા
  • ઉદ્યોગસાહસિકતા પર વિદ્યુતિકરણની અસરની વાસ્તવિક કથા
  • સ્વાસ્થ્ય સેવા સુધાર પર વિદ્યુતિકરણની અસરની વાસ્તવિક કથા
  • શિક્ષણ સુધાર પર વિદ્યુતિકરણની અસરની વાસ્તવિક કથા
  • કૃષિ માટે વિદ્યુતિકરણની અસરની વાસ્તવિક કથા

 

વીડિયોની લંબાઇ વધુમાં વધુ 3 મીનિટ હોવી જોઇએ અને આ વીડિયોને www.saubhagya.gov.in પર અપલોડ કરવાનો રહેશે. આ વીડિયોને ગુગલ ડ્રાઇવ/માઇક્રોસ્ફ્ટ વન ડ્રાઇવ અથવા ડ્રોપ બોક્સ વડે શેર કરી શકાશે અને તેની લીંક પ્રવિષ્ટિ ફોર્મમાં દર્શાવવાની રહેશે. આરઈસી સૌભાગ્ય યોજનાની જાહેરાતોમાં આ વીડીયોનો વિવિધ પ્લેટફોર્મ પર ઉપયોગ કરી શકે છે. વધુ નિયમો અને શરતો સહિતની વધુ માહિતી www.saubhagya.gov.in પરથી મેળવી શકાશે.

 

J.Khunt/GP                                                                                                                            



(Release ID: 1516544) Visitor Counter : 266


Read this release in: English