મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ડબલ્યુસીડી મંત્રાલયે 'સ્પોટ બીબીબીપી લોગો કન્ટેસ્ટ' શરૂ કરી

प्रविष्टि तिथि: 28 DEC 2017 3:30PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 28-12-2017

મહિલા અને બાળવિકાસ મંત્રાલયે બેટી બચાઓ, બેટી પઢાઓ લોગોનાં ફોટોગ્રાફ વહેંચવા લોકો વચ્ચે સ્પર્ધા શરૂ કરી છે, જેમાં તેઓ વિશિષ્ટ લોકેશન દર્શાવે છે અને ટેગલાઇન સાથે મોકલે છે.

સરકારનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ – બેટી બચાઓ બેટી પઢાઓને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી, 2015નાં રોજ લોંચ કર્યા પછી અત્યાર સુધી લોકોની વિચારસરણીમાં સફળતાપૂર્વક સારું એવું પરિવર્તન આવ્યું છે.

ડબલ્યુસીડી મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધીએ કહ્યું હતું કે, "આ સ્પર્ધા સાથે અમારો ઉદ્દેશ છેલ્લાં ત્રણ વર્ષમાં કાર્યક્રમને પ્રાપ્ત થયેલી સફળતાને વધારવાનો છે. સ્પર્ધાનો હેતુ મોટી સંખ્યામાં નાગરિકો સાથે જોડાવાનો છે, જેથી બેટી બચાઓ, બેટી પઢાઓ મારફતે સમાજની માનસિકતામાં સકારાત્મક ફેરફાર આવે."

સ્પર્ધાની વિગતો ડબલ્યુસીડી મંત્રાલયનાં ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ (@MinistryWCD) પર ઉપલબ્ધ છે. wcdbbbp[at]gmail[dot]com પર એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી, 2018 છે. વિજેતા એન્ટ્રીને રોકડ ઇનામ મળશે.

NP/GP                                                                         


(रिलीज़ आईडी: 1514468) आगंतुक पटल : 293
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English