માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

નવા વાહનો માટે આરએફઆઇડી ટેગિંગ ફરજિયાત

Posted On: 21 DEC 2017 7:34PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 21-12-2017

 

લોકસભામાં આજે લેખિત જવાબમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ એલ માંડવિયાએ માહિતી આપી હતી કે, સરકારે 1 ડિસેમ્બર, 2017નાં રોજ વેચાણ થયેલા અને પછી વેચાણ થનાર તમામ ફોર વ્હીલ પેસેન્જર અને ગૂડ્સ વ્હીકલ વાહનનાં ઉત્પાદક કે તેનાં અધિકૃત ડિલર દ્વારા ફાસ્ટેગ સાથે ફિટેડ હોવાનું ફરજિયાત બનાવ્યું છે.

 

શ્રી માંડવિયાએ ગૃહને એવી જાણકારી પણ આપી હતી કે, સરકારે 25 એપ્રિલ, 2016થી સમગ્ર દેશમાં યુઝર ફી કલેક્શનનું ડિજિટલ સ્વરૂપ ઇલેક્ટ્રોનિક ફી કલેક્શન (ઇએફસી)નો અમલ કર્યો હતો, જેમાં સેન્ટ્રલ ક્લીઅરિંગ હાઉસ (સીસીએચ) તરીકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) સાથે એકથી વધારે એક્વાયર બેંકો અને એકથી વધારે ઇશ્યૂઅર્સને સામેલ કર્યા છે.

 

અત્યાર સુધી સમગ્ર દેશમાં 407 ટોલ પ્લાઝાને ટાલ પ્લાઝા બેમાંથી એક બાજુ પર ઇએફસી લેન સાથે સક્ષમ બનાવવામાં આવ્યાં છે તથા 8,12,870 આરએફઆઇડી ટેગ્સ ઇશ્યૂ થયા છે. જાન્યુઆરી, 2017થી 15  ડિસેમ્બર, 2017 સુધીમાં ઇ-મોડ હેઠળ કુલ 10.12 કરોડનાં વ્યવહાર થયાં હતાં તથા આ જ સમયગાળા માટે ઇ-મોડ હેઠળ રૂ. 2852 કરોડની આવક થઈ હતી. શ્રી માંડવિયાએ જાણકારી આપી હતી કે, ફી પ્લાઝા પર વ્યવહારિકતાને આધારે સરકારે તમામ વર્તમાન લેનને હાઇબ્રિડ ઇએફસી લેન દ્વારા ફાસ્ટેગ અનેબલ્ડ તરીકે સક્ષમ બનાવતાં તે તમામ પેમેન્ટ વિકલ્પો ધરાવે છે.

 

NP/GP                                                             



(Release ID: 1513757) Visitor Counter : 204


Read this release in: English