રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય સૈન્ય ઔષધિ સમિતિના 42મા વિશ્વ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધન કર્યું
प्रविष्टि तिथि:
24 NOV 2017 3:13PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 24-11-2017
રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિન્દે આજે (24-11-2017) નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૈન્ય ઔષધિ સમિતિ (આઈસીએમએમ)ના 42માં વિશ્વ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધન કર્યું.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે લગભગ એક સદીથી આઈસીએમએમ આખી દુનિયામાં સૈન્ય ઔષધિના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. પોતાના ક્ષેત્રિય અને વિશ્વ કોંગ્રેસ દ્વારા આઈસીએમએમ આદાન-પ્રદાન અને અર્થપૂર્ણ શીખ માટે એક વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરે છે.

રાષ્ટ્રપતિ મહોદયે કહ્યું કે સૈન્ય સેવા સેના માટે એક મહત્વપૂર્ણ સ્તંભ છે. ભારતીય સશસ્ત્ર દળ તબીબી સેવા ન માત્ર સશસ્ત્ર સેનાઓને શ્રેષ્ઠ તબીબી સેવા પૂરી પાડે છે, ઉપરાંત શાંતિ અને યુદ્ધ કાળમાં આખા રાષ્ટ્રની સેવા કરે છે. સશસ્ત્ર દળ તબીબી સેવાઓના નિવારણ, ઉપચાર અને પુનર્વાસના કાર્યોમાં લાગી જાય છે તથા સેવારત સૈનિકો અને તેમના પરિવારજનો સાથે પૂર્વ સૈનિકોને પણ તબીબી સેવા પ્રદાન કરે છે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1510790)
आगंतुक पटल : 111
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English