શ્રમ અને રોજગાર મંત્રાલય

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પેન્શનરો દ્વારા હયાતીનું પ્રમાણપત્ર સરળતાથી જમા કરાવવા માટે નવી વ્યવસ્થા કરી

Posted On: 22 NOV 2017 10:43AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 22-11-2017

 

કર્મચારી પેન્શન યોજના, 1995માં અપાયેલ જોગવાઈ અનુસાર કર્મચારીઓએ પ્રત્યેક વર્ષે નવેમ્બર માસમાં હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાનું હોય છે. વર્ષ 2016 થી પેન્શરો માટે વ્યક્તિગત રૂપથી ઓળખ પ્રમાણની ખરાઈ માટે હયાતીનું પ્રમાણપત્ર ડિજિટલી જમા કરવાની સુવિધા કરાઈ છે.

પેન્શનરો દ્વારા નવેમ્બર માસમાં હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવામાં આવનારી મુશ્કેલીઓના નિવારણ માટે નીચે મુજબ નિર્ણયો લેવાયા છે.

  1. જે પેન્શનરો ગત વર્ષે હયાતીનું પ્રમાણપત્ર ડિજિટલી જમા કરાવ્યું છે તેમણે ચાલુ વર્ષમાં જમા કરાવવાની જરૂર નથી. જો તેમને આને જમા કરવામાં કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો ભરેલું હયાતીનું પ્રમાણપત્ર ફોર્મ એ બેંકમાં જમા કરાવી શકે છે, જ્યાંથી તેઓ પેન્શન પ્રાપ્ત કરી રહ્યા છે અથવા પોતાની સુવિધા અનુસાર ડિજિટલ રૂપમાં પણ ભરી શકે છે.
  2. જે પેન્શનરોએ ડિજિટલ હયાતીનું પ્રમાણપત્ર ક્યારેય ભર્યું નથી, તેણે હવે નવેમ્બર માસમાં જમા કરાવવું જોઈએ. ડિજિટલ હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાની આ સુવિધા ઈપીએફઓ, પેન્શન સંવિતરિત બેંક અને સાર્વજનિક સેવા કેન્દ્રના દરેક કાર્યાલયોમાં અપાઈ છે. ડિજિટલ હયાતીનું પ્રમાણપત્રની ઉપલબ્ધતા ઈપીએફઓના યૂ.એમ.એ.એન.જી. (ઉમંગ) એપ પર કરાઈ છે.
  3. ફીઝીકલ હયાતીનું પ્રમાણપત્રને એ પેન્શરોનું સ્વીકાર કરાશે જેમની પાસે આને ડિજિટલ જમા ન  કરાવી શકવાનું યોગ્ય કારણ હશે. પેન્શનરોને હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવતી વખતે યોગ્ય કારણ દર્શાવવું પડશે.

ઉપરોક્ત નિર્દેશો સંબંધિત જાણકારીના અનુપાલન માટે એને ક્ષેત્રીય કાર્યાલયોમાં પહેલેથી જ મોકલી દેવાયા છે જેથી કોઈપણ પેન્શનરોને આ સંબંધમાં કોઈ મુશ્કેલી રહે નહીં.

 

NP/J.Khunt/GP                                    


(Release ID: 1510701) Visitor Counter : 178
Read this release in: English