રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ ભવન કાલથી જાહેર જનતા માટે અઠવાડિયામાં 4 દિવસ ખુલ્લું રહેશે

Posted On: 22 NOV 2017 1:46PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 22-11-2017

 

રાષ્ટ્રપતિ ભવન હવે જાહેર જનતા માટે અઠવાડિયામાં ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે ખુલ્લુ રહેશે. આવતી કાલે એટલે કે 23 નવેમ્બર, 2017 થી જાહેર રજા સિવાય સવારે 9 કલાક થી સાંજે 4 કલાક સુધી જાહેર જનતા માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ ચાલુ રહેશે.

રાષ્ટ્રપતિ ભવન જોવા માટે આવનારા વ્યક્તિ ભવનના ગેટ નં. 2 (રાજપથ), ગેટ નં. 37 (હુક્મીભાઈ માર્ગ) અને ગેટ નં. 38 (ચર્ચ રોડ) થી પ્રવેશ અને નિકાસ કરી શકશે.

        રાષ્ટ્રપતિ ભવન જોવા માટે વેબસાઈટ http://rashtrapatisachivalaya.gov.in/rbtour પર ઓનલાઈન બુકિંગ પણ કરી શકાય છે. ભવન જોવા માટે 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ લઘુત્તમ નોંધણી ફી રખાઈ છે. (8 વર્ષ થી ઓછી ઉંમરવાળા બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે.) ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ માટે પોતાનું ફોટો ઓળખપત્ર આવશ્યક છે. વિદેશી નાગરિકોને પ્રવેશ સમયે પોતાનો મૂળ પાસપોર્ટ બતાવવો પડશે.

રાષ્ટ્રપતિ ભવન જોવા ઈચ્છતા લોકો વહીવટી એકમના ફોન નં. 011-23013287, 23015321 એક્ષટેન્શન 4662, ફેક્સ નં. 11-23015246, તેમજ ઈ-મેઈલ : reception-officer@rb.nic પર કોઈપણ રીતે જાણકારી અને સહાયતા માટે સંપર્ક કરી શકે છે.

 

NP/J.Khunt/GP                                                                



(Release ID: 1510440) Visitor Counter : 131


Read this release in: English , Tamil